www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાંગ્લાદેશી સાંસદની હત્યા માટે પાંચ કરોડની સોપારી અપાઇ હતી


સાંસદ 13 મેના રોજ કોલકતામાંથી ગુમ થયા હતા

સાંજ સમાચાર

કોલકતા, તા. 23
બાંગ્લાદેશના સાંસદ અનવારૂલ અઝીમ અનારની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. બંગાળ સીઆઈડીએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સાંસદ અનારના મિત્રએ હત્યા માટે લગભગ 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાને બુધવારે કહ્યું હતું કે અનાર 13 મેથી ગુમ છે. કોલકાતામાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સીઆઈડી આઈજી અખિલેશ ચતુર્વેદીએ કહ્યું કે આ એક આયોજનબદ્ધ હત્યા છે. સાંસદના જૂના મિત્રએ તેમને માલિશ કરવા માટે સોપારી આપી હતી. લગભગ પાંચ કરોડની સોપારી હતી. તેનો મિત્ર અમેરિકન નાગરિક છે જેનો કોલકાતામાં ફ્લેટ છે. એક દિવસ પહેલા તેણે કહ્યું હતું કે વિદેશી સાંસદનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. બાંગ્લાદેશી સાંસદ સારવાર માટે કોલકાતા આવ્યા હતા. ડેપ્યુટી હાઈ કમિશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સાંસદ અઝીમ 12 મેના રોજ કોલકાતા પહોંચ્યા હતા અને શહેરના ઉત્તરીય વિસ્તારમાં બારાનગરમાં તેમના મિત્રના ઘરે રોકાયા હતા.

13 મેના રોજ તે કોઈને મળવા ગયા હતો પરંતુ પરત આવ્યા ન હતો. આ મામલો 18 મેના રોજ પ્રકાશમાં આવ્યો, જ્યારે બાંગ્લાદેશી સાંસદના પરિચિત ગોપાલ બિસ્વાસે તેમના ગુમ થવા અંગે પોલીસ સ્ટેશનને જાણ કરી. અનાર કોલકાતામાં વિશ્વાસના ઘરે રોકાયો હતો. વિશ્ર્વાસે દાવો કર્યો હતો કે સાંસદ 17 મેથી તેમના સંપર્કમાં નથી. જેથી તેણે એક દિવસ બાદ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેના ફોન પરથી પરિવારના સભ્યોને સંદેશો મોકલવામાં આવ્યો હતો કે તે નવી દિલ્હી જવા રવાના થયા છે. તેમનો કોઈ પત્તો નથી. 

Print