www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગૌતમબુધ્ધનગરમાંથી બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ઉપાડી જનાર સામે ગુનો નોંધી તપાસ કરવા માંગ


આગામી સાત દિવસમાં તપાસ હાથ ધરવામાં નહી આવે તો કલેકટર કચેરીએ લત્તાવાસીઓની આંદોલનની ચીમકી

સાંજ સમાચાર

રાજકોટ તા.22
 

ન્યુ જયભારત સોસાયટીમાં રહેતા પરેશભાઈ રાઠોડે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા ઉપાડી જવાની ફરીયાદ કરી છે. આ અંગે ઘટતુ કરવા રાજકોટ જીલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી છે.

 તા.15/6ના રોજ તાલુકા મામલતદારએ બીપીન ગઢીયા નામના વ્યકિતને સાથે રાખી બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડીત કરી ઉપાડીને લઈ ગયા હતા. બાબા સાહેબની મૂર્તિને ખંડીત કરી ઉપાડી જતા અપમાન કરવામાં આવ્યું હતું. પરંતુ તા.20/6ના રોજ આ મૂર્તિ ફરી તેજ સ્થળે મુકવામાં આવી ત્યારે વોર્ડ નં.12 વિસ્તાર ગૌતમબુધ્ધનગર, જયભારત સોસા., ન્યુ ભારત સોસાયટી તથાગત નગરના રહેવાસીઓની માંગ છે. આ કૃત્ય પાછળ કોની સંડોવણી છે.

તેની તપાસ કરવામાં આવે. કોના કહેવા પર મૂર્તિ હટાવવામાં આવી અને કોના કહેવા પર મૂર્તિ પાછી મુકવામાં આવી તેની પોલીસ તપાસ થવી જોઈએ. આ કૃત્યથી અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાઈ છે. જો આગામી સાત દિવસમાં તપાસ નહીં કરવામાં આવે તો કલેકટર કચેરીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Print