www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પડધરીમાં પેસેન્જર બાબતે થયેલ માથાકૂટમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો


સાંજ સમાચાર

રાજકોટ તા.20
પડધરીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ માથાકૂટમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. અહીંથી પેસેન્જર ભરવા નહિ કહી બે ભાઈઓને કડું મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતાં. 

ફરિયાદી આશિષભાઇ વલ્લભાઈ ચૌહાણ (ઉ.વ. 29, રહે- ખામટા ગામ તા. પડધરી) એ દેવરાજ ગોવિંદભાઈ ઝાપડા અને મશરૂભાઈ ગોવિંદભાઈ ઝાપડા (રહે. બંને દેપાળીયા) સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે હુ ડ્રાઇવીંગ કામ કરુ છું. અમે ત્રણ ભાઇઓ એક બહેન છીએ.હું પ્રાઇવેટ ભાડા કરૂ છું જેથી ગઈ કાલેના સવારના નવેક વાગ્યે આસપાસ મારી ફોરવ્હીલ ગાડી લઇ દેપાળીયા ગામે હરીપીયા કારખાનાના ગેટની સામે આવેલ કેબીને ગયેલ હતો.

ત્યારે આશરે સવા અગીયારેક વાગ્યાની આસપાસ હરીપીયા કારખાનાની ગેટ ની સામે આવેલ વડલા પાસે ચાર લોકો બેગ તથા થેલા લઇ બેસેલ હતા. જેથી હુ એમની પાસે ગયેલ તેમને કહેલ કે તમારે કયા જવુ છે. જેથી આ ચારેય લોકોએ મને કહેલ કે રાજકોટ જવુ છે. જેથી મે કહેલ કે હુ તમને 450 રૂ. ભાડામાં રાજકોટ મુકી જઈશ. જેથી આ મુસાફરોએ મને હા પાડેલ. જેથી મે ત્યાથી થોડેક દુર કેબીન પાસે મારી ફોરબિહલ પડેલ હતી. ત્યાથી મારી ફોરવ્હીલ લઇ ત્યા આ ચાર લોકો ઉભેલ હતા ત્યા આવેલ ત્યારે આ લોકો રોડની સામેની બાજુ એક રીક્ષા આવેલ ત્યા ચાલ્યા ગયેલ.

જેથી હું  રીક્ષા પાસે ગયેલ. અને આ રીક્ષાનો ચાલક દેવરાજભાઈ ગોવિદભાઈ ઝાપડા જે અમારા મુળ ગામ દેપળીયા ગામનો રહેવાસી હતો. જેથી મે દેવરાજભાઈને કહેલ કે આ ચારેય પેસેન્જરોની મારી ગાડીમાં બુક કરી લીધેલ છે. તમે પેસેન્જરોને પુછી જોવો જેથી તેને ચારેય પેસેન્જરો મારી ગાડીમા જવાનુ જણાવેલ અને ચારેય પેસેન્જરો મારી ગાડી પાસે આવેલ. બાદ ચારેય પેસેન્જરોએ પોતાની બેગ તથા થેલાઓ મારી ગાડીની પાછળ મુકેલ અને ત્યારે આ દેવરાજભાઈ ઝાપડાનો મોટો ભાઈ મશરૂભાઈ ગોવિદભાઈ ઝાપડા (રહે.દેપાળીયાગામ) બાઈક લઈને આવેલ. 

 બંનેને પડધરી સરકારી હોસ્પીટલ બાદ  વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પડધરી પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Print