www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરનાં પ્રજાપતિ પાર્કમાં વિજ ટ્રાન્સફરમાં આગ ભભુકી


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 22
સુરેન્દ્રનગર શહેરના પ્રજાપતિ પાર્ક વિસ્તારમાં મોટી સંખ્યામાં રહીશો વસાવટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં તીખારા, ભડાકા સાથે આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડ દોડી આવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લો થોડા દિવસોથી સૂર્યનારાયણના તાપના કારણે આકરો તપી રહ્યો છે. જેના કારણે વાહનો તેમજ વીજલાઈનોમાં આગ લાગવાની બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના અંબામિકેનિક પાછળ આવેલા પ્રજાપતિ પાર્ક વિસ્તારમાં પીજીવીસીએલનું વીજટ્રાન્સફોર્મર આવેલું છે.

આ ટીસીમાં છેલ્લા કેટલાય દિવસથી ભડાકા થવાની સાથે રાત્રીના સમયે લાઇટ જતી રહેતી હતી. ત્યારે ટીસીમાં તીખારા અને ભડાકા થવાને કારણે આગ લાગી હતી. આ બનાવથી ફાયર બ્રિગેડનો પાણીનો બંબો બોલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. રાત્રે બાજુમાં આવેલા થાંભલાના ઝમ્પરમા આગ લાગી હતી અને વાયરનો સાંધો કરી લાઇટ ફરી ચાલુ કરી હતી.

આમ છેલ્લા કેટલાય સમયથી વિસ્તારના રહીશો દ્વારા આ ટીસી મોટી નાંખવા માટે અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન થઈ. આ બાબતે તા. 21-5-2024એ વિસ્તારોના રહીશો દ્વારા સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.  

Print