www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામકંડોરણામાં રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે


સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે

સાંજ સમાચાર

સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા
ધોરાજી,તા.24
જામકંડોરણાના લેઉઆ પટેલ કન્યા છાત્રાલયમાં આગામી તા.26ને રવિવારના સવારના 10 થી 12 કલાક દરમિયાન નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે.જેમાં સ્ટલિંગ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોકટરો જેમાં ડો.મયંક વેકરીયા (મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત) ડો.મીતુલ કાસુન્દ્રા (કન્સલ્ટન્ટ ન્યુરો ફિઝિશીયન), ડો.જીમ્મી ડઢાણીયા (કન્સલ્ટન્ટ મેડીકલ ઓન્કોલોજીસ્ટ) ડો.કૃણાલ દેસાઈ (બીપી, ડાયાબીટીસ, હ્વદય, ફેફસા, ગંભીર રોગોના નિષ્ણાંત) ડો.દર્શન પટેલ (લેપ્રોસ્કોપિક, પેટ, આંતરડા, લીવર, પિતાશયની સર્જરીના નિષ્ણાંત)સહીતના ડોકટરોની ટીમ પોતાની માનદ સેવા આપશે.આ કેમ્પ દરમિયાન ક્ધસલટેશન, સુગરની તપાસ બ્લડપ્રેશરની સુવિધા નિ:શુલ્ક છે.આ કેમ્પમાં દર્દીઓએ નામ નોંધાવવા માટે મો.નં.9998530185 પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

Print