www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લાઠીનાં સુરગપુરા ગામે બોરમાં ફસાયેલી બાળકી આખરે મોત સામેનો જંગ હારી ગઈ


દોઢ વર્ષની આરોહીને બહાર કાઢવા એનડીઆરએફ, ફાયર ટીમનાં અથાગ પ્રયાસો નિષ્ફળ જતા નિરાશા: મૃતદેહ બહાર નીકળતા કરૂણ દ્રશ્યો સર્જાયા: ઉમટેલા લોકોએ બાળાની સદ્ગતિ માટે પ્રાર્થના કરી

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.15
લાઠી તાલુકાના સુરગપુરા ગામની સીમમાં આવેલ એક વાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવાર કપાસનું વાવેતર કરતો હોય ત્યારે તેમના બાળકો ત્યાં રમતા રમતા બાજુની વાડીમાં પહોંચી જતા અને ત્યાં પાણીના દારમાં દોઢ વર્ષની બાળકી પડી જતા બાળકીનં આજે સવારે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ગઈ કાલે બપોરે બનેલા આ બનાવ અંગે જાણ થતા જિલ્લા કલેકટર સહિતનો વહીવટી સ્ટાફ, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તલાવિયા, કૌશિક વેકરિયા તેમજ એન.ડી.આર.એફ., ફાયર ફાઈટરની ટીમ, એમ્બ્યુલન્સ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અને આ બાળકીને બહાર કાઢવા માટે થઈ રેસ્કયુઓપરેશન હાથ ધર્યુ હતુ.

આ બનાવમાં જાણ મળતી વિગત મુજબ લાઠી તાલુકાનાં ઝરખીયા અને અડતાલા ગામ નજીક આવેલા સુરગપુરા ગામની સીમમાં આવેલ એક વાડી વિસ્તારની એક વાડીમાં કરણભાઈ રમેશભાઈ અમલીયા તથા તેમનો પરિવાર કપાસનું વાવેતર કરતો હતો ત્યારે તેમના બાળકો ત્યાં રમતા રમતા બાજુની વાડીમાં પહોંચી ગયા હતા અને ત્યાં પાણીના દાર ઉપર પથ્થર રાખેલ હોય તેને બાળકોએ હટાવી લેતા તેમની દોઢ વર્ષની બાળકી આરોહી દારમાં પડી જવા પામેલ હોય અને બાળકી અંદાજે દારમાં 4પ થી પ0 ફુટ વચ્ચે ફસાયાનો અંદાઝ આવી રહૃાો હતો.

ફાયર વિભાગ દ્વારા પાણીનાં બોરમાં કેમેરા ઉતારી અને દારમાં રહેલ બાળકીની તમામ હલચલ ઉપર નજર રાખી રહૃાુ છે. જયારે 108 દ્વારા દારમાં રહેલ બાળકીને ઓકિસઝન મળી રહે તે માટે થઈ ઓકિસજન સપોર્ટ શરૂ કરી દીધેલ હતા. જયારે રાજુલા ખાતેથી રોબોર્ટ આવી જતા તેના રોબોર્ટ દ્વારા પણ બાળકીને સહી સલામત બહાર લાવવા માટે તમામ ટીમ તનતોડ મહેનત કરી હતી.

આ ઘટના અંગે વાયુવેગે સમાચાર પ્રસરી જતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. ત્યારે અમરેલી જિલ્લામાં આ બનાવ અંગે ચકચાર મચી જવા પામી હતી. જયારે બાળકી દારમાંથી સહી સલામત બહાર આવી જાય તે માટે ઠેર ઠેર લોકો દ્વારા પ્રાર્થના પણ કરવામા્ર આવીહતી.

આ રેસ્કયુ ઓપરેશન એન.ડી.આર.એફ.ની ટીમને પણ મદદ માટે બોલવવામાં આવેલ હોય, એન.ડી.આર.એફ.ની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ ઓપરેશન રેસ્કયુમાં જોડાઈ હતી. અને આખી રાત રેસ્કયુ હાથ ધરવામાં આવેલ હતું અને 17 કલાકની જહેમત બાદ પણ આજે વહેલી સવારે આ બાળકીને બચાવી શકાય ના હોય તેમનો મૃતદેહ મળ્યો હતો.

Print