www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢના અનુ.જાતિના યુવાનના અપહરણ-હુમલાનાં બનાવમાં ન્યાય મેળવવા દલિતો ઉમટયા

‘જય ભીમ’નાં નાદ સાથે જુનાગઢથી ગોંડલ સુધીની વિશાળ બાઈક રેલી


સવારે કાળવા ચોકમાં ડો.આંબેડકરની પ્રતિમાને હારતોરા બાદ રેલીનો પ્રારંભ: બપોરે ગોંડલમાં મહાસંમેલન: હજારોની સંખ્યામાં બાઈક-કાર સાથે દલિત સમાજના આગેવાનો જોડાયા: કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો સમગ્ર રૂટ પર બંદોબસ્ત

સાંજ સમાચાર

જુનાગઢ તા.12
જુનાગઢ અનુ.જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્રનું ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના સાગ્રીતો દ્વારા ગત તા.30/5ની રાત્રીના માર મારી અપહરણ કરી ન્યુડ વીડિયો ઉતારવાના પ્રકરણમાં નવો ફણગો ફૂટવામાં આવ્યો છે. આજે સવારે 9 કલાકે અનુસુચિત જાતિ દ્વારા જુનાગઢથી ગોંડલ સુધીની બાઈક કાર રેલી પ્રસ્થાન થયું છે.

જુનાગઢથી રવાના થતા પહેલા જુનાગઢ ટાઉન હોલ પાસે મોટી સંખ્યામાં દલીત આગેવાનો એકઠા થયા હતા અને જય ભીમના સુત્રોચ્ચાર કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને રાજુ સોલંકી સહિતના આગેવાનોએ ફુલહાર કરી રેલીનું પ્રસ્થાન કાળવા ચોક તરફ પ્રયાણ કરી જયાં ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી રેલીને પ્રસ્થાન રાજુ સોલંકીએ કરાવ્યું હતું.

ડીજે વાહન સાથે તેમની પાછળ ત્રણ ત્રણની લાઈનમાં રેલી રવાના થઈ હતી. પત્રકારોને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે આ આંદોલન ક્ષત્રિય સમાજ કે અન્ય કોઈ સમાજ સામે નતી માત્ર જયરાજસિંહ જાડેજાના પરિવાર તેના પુત્રની દાદાગીરી સામે છે. ક્ષત્રિય સમાજે સમાજ માટે ઘણું જ કયુર્ં છે. સત્તાના જોરે અન્ય સમાજોને દબાવવાની દાદાગીરી સામેની આ લડત હોવાનું જણાવ્યું છે. શીસ્તબધ્ધ રીતે કોઈને અડચણ રૂપ ન થાય તે રીતે પોલીસને સહકાર આપી એક સાથે ત્રણ લાઈનમાં આ રેલી ગોંડલ પહોંચશે. રસ્તામાં વડાલથી લઈ વચ્ચે આવતા ગામડાઓ શહેરોમાંથી મોટી સંખ્યામાં દલિત જવાનો જોડાશે.

 રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે આ જયરાજસિંહ જાડેજા સામે કોઈ મેદાનમાં આવતું નથી તેમની દાદાગીરી લુખ્ખાગીરી સામે મે આ અભિયાન હાથમાં લીધુ છે તેમાં મારે જેલમાં જવું પડશે કે મારો ભોગ આપવો પડશે તો પણ મારી તૈયારી છે. ક્ષત્રિય સમાજમાં મુસ્લીમ સમાજ અને સમાજો સામે દાદાગીરી કરવામાં આવી રહી છે. તેની સામે છેવટ સુધી લડી લેવાની તૈયારી છે.

સાતથી વધુ મોબાઈલ છ જેટલા હથીયારો હોય જેની સામે હાઈકોર્ટમાં જવાની અમારી તૈયારી છે. હું તેનાથી ડરવાનો નથી તેમના ત્રાસ દાદાગીરી સામેની લહત છે. કોઈ ક્ષત્રિય સમાજ સામેની આ લડત નથી અમો ગોંડલની બજારમાં રેલી રૂપે નીકળીશું બાદ જાહેરસભા કરી અમે ત્યાંથી છુટા પડીશું તેમ રાજુ સોલંકીએ જણાવ્યું હતું.

પોલીસ કે અન્ય કોઈ સામે અમારો વાંધો નથી શિસ્તબધ્ધ રીતે રસ્તા ઉપર અમો ડીજે વાહનની પાછળ ત્રણ ત્રણ મોટર સાયકલો સાથે લાઈનમાં ટ્રાફીકને અડચણરૂપ ન બને તે રીતે પહોંચીશું. રસ્તામાં મોટી સંખ્યામાં દલીત સમાજના લોકો જોડાઈને ગોંડલમાં રેલી બજારોમાં કાઢવામાં આવશે બાદ જાહેરસભાને સંબોધન કરવામાં આવશે.  આજે સવારે 9 કલાકે જુનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલી આંબેડકરનગર ચોકથી પ્રારંભ થઈ છે. આ રેલીમાં રાજયભરમાંથી 20,000 દલીતો જોડાયા છે.

રેલીમાં 5000 મોટર સાયકલો 500થી વધુ કાર જોડાઈ છે રેલી પ્રથમ આંબેડક્રનગરથી કાળવા ચોકથી 10 વાગ્યે નવાગઢ ડો.આંબેડકર ચોક પહોંચી છે ત્યાંથી 11 કલાકે રેલી જામવાડી ચોકડીથી ગોંડલ પહોંચશે. ત્યાં ડો. આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરી બાદ રેલી સભામાં ફેરવા પ્રતિકાર મહાસંમેલનમાં ગોંડલથી જ 10,000થી વધુ લોકો 3 કી.મી.ની લાંબી કતારમાં હશે તેમ રાજુ સોલંકી અનુ.જાતિના પ્રમુખે જણાવ્યું છે.

Print