www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અકસ્માતના 50 કેસોમાં લોકઅદાલતમાં મંજૂર કરાયું રૂા .3 કરોડનું જંગી વળતર


રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, પોરબંદર, ચોટીલા, જસદણ, આટકોટ, ટંકારા વગેરે પંથકના મૃતકોના વારસદારોએ ક્લેઇમ કેસ કર્યો હતો

સાંજ સમાચાર

રાજકોટ, તા.1
રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી મેગા લોક-અદાલતમાં અકસ્માતના જુદા-જુદા 50 કેસોમાં રૂ.3 કરોડ નું જંગી વળતર મંજુર કરવામાં આવેલ છે.

રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં યોજાયેલ મેગા લોક-અદાલતમાં વાહન અકસ્માતથી ઉદભવેલ ઘણા બધા કેસો મુકવામાં આવેલ. જે કલેઈમ કેસો પૈકી આટકોટ પાસે આવેલ કે.ડી.પારવાડીયાના હોસ્પિટલ ખાતે એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજવતા ગુજરનાર જીવણદાસ વિષ્ણુદાસ દેસાણીનાં કલેઈમ કેસમાં રૂ.21.50 લાખ, ચોટીલાનાં ચીરોડા ગામમાં ગુજરનાર વિક્રમભાઈ હકકાભાઈ ચૌહાણના કેસમાં રૂા.20.25 લાખ, કલોલના પ્રતાપપુરાના ગુજરનાર દશરથભાઈ સોમાભાઈ બજાણીયાનાં કેસમાં રૂ.19.50 લાખ, જામનગરના માંડાસણના ગુજરનાર ચંપાબેન જેન્તીભાઈ વીંજુડાનાં કેસમાં રૂા.15.50 લાખ, અમરેલીના ખંભાળા ગામના ગુજરનાર ભરતભાઈ દેવરાજભાઈ ઝાપડીયાના કેસમાં રૂ.12 લાખ, જસદણના વીરપર -ભાડલાના ગુજરનાર દલસુખભાઈ આંબાભાઈ ગોવાણીનાં કેસમાં રૂ.11.80 લાખ, જામનગરના બેડ ગામના ગુજરનાર કાદરભાઈ ઓસ્માનભાઈ કંડીયા કેસમાં રૂ.16.50 લાખ, રાજકોટનાં વાછકપર (બેડી) ગામનાં ગુજરનાર નવધણભાઈ ધીરૂભાઈ વઢુકીયાનાં કેસમાં રૂ.10.75 લાખ, પોરબંદરના માધવપુરના ગુજરનાર વિક્રમભાઈ મોહનભાઈ બાલસનાં કલેઈમ કેસમાં રૂ.12.50 લાખ, ટંકારાના નસીતપર ખાતે ખેતમજુરી કરતા મુળ કોસ્બા મળીયા મધ્યપ્રદેશનાં ગુજરનાર સેંગલાભાઈ ટુટીયાભાઈ ભીલના કેસમાં રૂ.15.50 લાખ, મોરબીના ખાખરેચી ગામના મેવાડા (ભરવાડ) પરીવારના પાંચ સદસ્યને 14.35 લાખ, સહીત કુલ 50 કલેઈમ કેસોમાં કુલ રૂ.3 કરોડનું વળતર મંજુર થયું છે.

ઉપરોકત તમામ કલેઈમ કેસોમાં અરજદારો વતી રાજકોટનાં અકસ્માત વળતર અંગેના કલેઈમ કેસોના જાણીતા એડવોકેટ રવિન્દ્ર ડી.ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), તથા આસીસટન્ટ તરીકે જતીન પી. ગોહેલ, દિનેશ ડી. ગોહેલ તથા જયેશભાઈ મકવાણા રોકાયેલા હતા.

Print