www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આશા ધૂળધાણી: સેન્સેકસમાં 3200 પોઈન્ટનો પ્રચંડ કડાકો: બે કલાકમાં જ ઈન્વેસ્ટરોના 11 લાખ કરોડનું ધોવાણ


લોકસભા ચૂંટણીના પ્રારંભીક ટ્રેન્ડ એકઝીટ પોલ જેવા નહી રહેતા વેચવાલીનો મારો: તમામે તમામ શેરોમાં ગાબડા: નિફટી 1000 પોઈન્ટ ગગડયો

સાંજ સમાચાર

રાજકોટ,તા.4

મુંબઈ શેરબજારમાં આજે પ્રારંભીક કામકાજોમાં પ્રચંડ કડાકો સર્જાયો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએને પ્રચંડ બહુમતી મળવાની આશા ધૂળધાણી થઈ જતા માર્કેટમાં વેચવાલીનો મારો નીકળ્યો હતો અને તમામે તમામ શેરોમાં ગાબડા પડયા હતા. સોમવારની તેજીથી તદન વિપરીત બમણા જોરની મંદી થઈ હતી.

શેરબજારમાં કામકાજની શરૂઆત થઈ ત્યારે જ લોકસભાની ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ આવવો શરુ થઈ ગયો હતો. એકઝીટ પોલ જેવા પરિણામ નહી આવવાની શંકાથી શરૂઆતથી જ નબળાઈ આવી ગઈ હતી અને ટ્રેન્ડ વધુ સ્પષ્ટ થવા સાથે વેચવાલીનો મારો નીકળ્યો હતો. તમામે તમામ શેરોમાં જોરદાર ગાબડા પડવા લાગ્યા હતા.

સવારે 11 વાગ્યાની સ્થિતિએ મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઈન્ડેકસ 3100 પોઈન્ટના કડાકાથી 73300 સાંપડયો હતો. જે ઉંચામાં 76300 તથા નીચામાં 73156 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 998 પોઈન્ટના કડાકાથી 22265 હતો. જે ઉંચામાં 23179 તથા નીચામાં 22238 હતો. પ્રચંડ કડાકાના પગલે પ્રારંભીક બે કલાકમાં જ ઈન્વેસ્ટરોની સંપતિમાં 11 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું.

 

Print