www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોના ચાંદીમાં વર્ષનો સોથી મોટો ઘટાડો


સાંજ સમાચાર

રાજકોટ,તા.23
સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડયું છે એકાએક મોટો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં મોટી હલચલ થઈ છે જેને પરિણામે સોનામાં 1700 અને ચાંદીમાં 3700નો કડાકો નોંધાયો છે.

આ વર્ષમાં ભારતની સોનાની આયાત પાછળા વર્ષ કરતા અંદાજે પાંચમાં ભાગની ઘટી છે. જેને પરિણામે પણ ભાવ ઘટયા છે. છેલ્લા કેટલાક સમયથી સોનાચાંદીના ભાવમાં સતત વધારાએ રેકોર્ડ સર્જીયો હતો.

પહેલા ભાવે રેકોર્ડ બ્રેક સ્તરે ભાવ પહોચ્યા હતા.ભાવ વધતા ટ્રેન્ડ બદલાયો હતો.છુટક ખરીદદારો જુના દાગીનાને નવા માટે એકસચેન્જ કરવાનું પસંદ કરી રહ્યા છે. બીજી તરફ લોકો જુનુ સોનું વહેચી જવાની ખરીદી કરી રહ્યા છે.

સતત ભાવ વધત સોનું 77 હજાર અને ચાંદી 96 હજારને આંબી ગયું હતું. પરંતુ હવે આજે સોનામાં 1700 અને ચાંદીમાં 3700નું ગાબડું પડતા સોનાનો ભાવ 74900 અને ચાંદીનો 92300 એ પહોચ્યો હતો. સોનામાં 20240 અત્યાર સુધી 17 ટકા વધ્યા હતાં.

Print