www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગાંધીધામ ઓસ્લોબ્રીજ પરનો લાઈટ પોલ ઉદ્ઘાટન પૂર્વેજ ધરાશાયી થયો


સાંજ સમાચાર

ભચાઉ,તા.24
છેલ્લા લાંબા સમયથી ઉદ્ઘાટનની રાહ જોઈને ત્રાસેલા ઓસ્લોના  બ્રીજ પર લગાવવામાં આવેલ વીજ પોલ બુધવારે સવારે કોઈ જ દેખીતા કારણ વગર મજબુતાના વચનની જેમ ધરાશાયી થઈ જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ટ્રાફિક ઓછો હોવાથી કોઈ આકસ્મીક બનાવ બન્યો નહોતો પણ અન્ય પોલ પણ જો આ જ રીતના લગાવવામાં આવ્યા હોય તો અકસ્માત આ ધમધમતા રોડ પર ગમે ત્યારે ઘટીત થઈ શકે છે એ સંભાવના જોતાં શહેરભરમાં ચકચાર સર્જાઈ હતી. હજુ તો બ્રીજની  શરૂઆતનો સમય પણ નક્કી કરાયો નથી ત્યાં જ આ રીતે જો બ્રીજના કાંગરા ખરવા માંડે તો તે કેટલો મજબુત હશે તે કલ્પનાતીત બાબત છે. સુત્રોનું માનીએ તો ચૂંટણી બાદ આ બ્રીજનું ઉદ્ઘાટન ગોઠવાય તેવું આયોજન હતું એટલે તે દિવસથી લોકો બસ ખાલી રાહ જ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં શું થાય છે?
 

Print