www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બ્રિટિશ વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક : ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતા ચાર લોકોની ધરપકડ


સાંજ સમાચાર

લંડન : બ્રિટનના વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વડાપ્રધાનના ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનારા લોકોની સ્થાનિક પોલીસે ધરપકડ કરી લીધી છે.

સમાચાર એજન્સી એપીને ટાંકીને પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાનના રહેણાંક સંકુલમાં અનધિકૃત પ્રવેશ માટે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાર લોકોમાં એક પ્રેસ ફોટોગ્રાફરનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર યોર્કશાયર પોલીસે જણાવ્યું કે, ઉત્તરી ઈંગ્લેન્ડમાં વડા પ્રધાન ઋષિ સુનકની કન્ટ્રી એસ્ટેટમાં ઘૂસીને મંગળવારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે કસ્ટડીમાં લીધા બાદ મામલાની ગંભીરતા સમજીને ચારેય લોકોની ગેરકાયદેસર પ્રવેશની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

રિપોર્ટ્સ અનુસાર યુથ ડિમાન્ડ નામના એક ગ્રુપે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જૂતા પહેરીને એક વ્યક્તિ સુનકના તળાવમાં પગ મૂકતો જોવા મળ્યો હતો. તે શૌચ કરવાનું નાટક કરી રહ્યો હતો. ચાર લોકોના આ જૂથે વડાપ્રધાનને ’ફેરવેલ ગિફ્ટ’ આપવાની વાત કરી હતી અને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

આ જૂથ સાથે સંકળાયેલ વ્યક્તિ ’ઓલિવર’ને પોલીસ અધિકારીએ ગેરકાયદે પ્રવેશ પાછળના ઈરાદાઓ વિશે પૂછયું હતું. તેના પર તેણે કહ્યું, મને લાગે છે કે અમારો ઇરાદો પૂરો થયો છે.

 

Print