www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોટીલા પાસેથી 2.75 કરોડના શંકાસ્પદ સોના સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો


પોલીસ ચોકી પાસે ચેકીંગ દરમ્યાન દાગીના ભરેલા 7 બોકસ કબ્જે : 4100 ગ્રામ માલ સાથે સંજય મદાણીની અટકાયત કરી પુછપરછ : કોઇ આધાર પુરાવા ન મળ્યા

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.29
ચોટીલા નજીક ચામુંડા પોલીસ ચોકી નજીક વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ સોનાના રૂા.પોણા ત્રણ કરોડના માલ સાથે પોલીસે રાજકોટના 150 ફુટ રોડ પર રહેતા સોની શખ્સની ધરપકડ કરીને પુછપરછ કરી આદરી છે. 7 બોકસમાંથી 4100 ગ્રામ સોનાના દાગીના કબ્જે કરીને પોલીસે સઘન પુછપરછ શરૂ કરી છે.  ઝડપાયેલા ઈસમ પાસેથી સોનાના બીલ અને પુરાવા માંગવામાં આવતા કોઈ બિલ કે પુરાવા ન મળતા ચોટીલા પોલીસે સોનાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી ગે.કા.પ્રવૃતિ બંધ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા અસરકારક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય. જેના ભાગ રૂપે નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારીની સૂચનાથી ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી.વલવી અને તાબાના પોલીસ સ્ટાફના માણસો ચોટીલા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. ધનરાજસિંહ જશુભા વાઘેલા તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ ઇન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. સુખદેવસિંહ ચંદુભા રાઠોડ વગેરે ચામુંડા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમાં હતા.

તે દરમ્યાન બસમાંથી એક શખ્સ સંજયભાઈ જગજીવનભાઇ મદાણી સોની (ઉ.વ.53 ધંધો.સોનીકામ રહે.રાજકોટ 150 ફુટ રીંગરોડ રૂષીકેશ એકજોટીકા 701 તા.જી.રાજકોટ)વાળો કાળા કલરના થેલા સાથે હાજર હોય જે શખ્સને થેલામાં રહેલ સામાન બાબતે કોઇ સાચી હકિકત જણાવેલ ન હોય અને ફર્યું ફર્યું બોલતો હોય જેથી તેના વાહનમાંથી અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું જણાવેલ  હતું. 

તે સોનાના દાગીનાનું કોઇ બીલ પોતાની પાસે નહી હોવાનું જણાવેલ હોય અને સોનાના બોક્ષ બાબતે  સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી પંચો સાથે સોનાના દાગીના હોવાનું ખરાઇ કરી સોનાના દાગીના ભરેલ બોક્ષ નંગ-07 જેનો કુલ વજન 411.910 ગ્રામ કિ.રૂ.2,75,51,376નો મુદ્દામાલ હોય જે બાબતે શખ્સ કોઇ આધાર પુરાવા રજુ ન કરતા તમામ મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ-102 મુજબ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી.વલવી તથા પો.હેડ કોન્સ. કેહાભાઇ મગનભાઇ મકવાણા તથા ધનરાજસિંહ જશુભા વાઘેલા તથા મહિપતસિંહ ઇન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. ભરતાભાઈ હાજાભાઇ તરગટા તથા સુખદેવસિંહ ચંદુભા રાઠોડએ કામગીરી કરી હતી.

Print