www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખાનગી વિમા કંપનીના મેનેજરે પાર્ક કરેલ સ્કુટરમાંથી લેપટોપ અને દસ્તાવેજ ભરેલ બેગની ચોરી


જયુબીલી ચોક પાસે રોડ પર પાર્ક કરેલ જયુપીટરમાંથી રૂા.51 હજારના મુદામાલની ચોરી થતા એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ આદરી

સાંજ સમાચાર

રાજકોટ તા.28
જયુબીલી ચોક પાસે રોડ પર પાર્ક કરેલ ખાનગી વિમા કંપનીના મેનેજરના જયુપીટરમાંથી લેપટોપ અને અન્ય દસ્તાવેજ મળી રૂા.51 હજારના મુદામાલ ભરેલ બેગની ચોરી થતા એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે લાલબહાદુર શાસ્ત્રીનગર સોસાયટી શેરી નં.4માં રહેતા ગોકુલકુમાર ઉદ્ધવદાસ થાવરાણી (ઉ.વ.53) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ખાનગી વિમા કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.11-6ના રાત્રીના સમયે પોતાનું જયુપીટર બાઈક લઈ ટીવીનું રિમોર્ટ લેવા માટે જયુબેલી ચોક પાસે આવેલ શિવ એન્ટરપ્રાઈઝ નામની દુકાન પર ગયેલ હતા.

તેઓએ પોતાનું જયુપીટર દુકાનની સામે રોડ પર પાર્ક કરી તેની પાસે રહેલ લેધરનું બેલ્ટ સ્કુટરના આગળના ભાગે હુકમાં ટીંગાળેલ હતું. તેઓ ત્યાં નજીકની દુકાને રિમોર્ટ લેવા ગયેલ અને બાદમાં પરત ફરતા જોયુ કે સ્કુટરમાં ટીંગાળેલ બેગ જોવામાં આવેલ નહી. તેમાં તેમને કંપની તરફથી મળેલ રૂા.50740ની કિંમતનું એક લેપટોપ રૂા.300નું સ્ટેમ્પ પેપર, ત્રણ અલગ અલગ બેંકની ચેકબુક અને ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ સહિતના દસ્તાવેજો હતા. જે તેમની ધ્યાન બહાર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને નાસી છુટતા એ ડીવીઝન પોલીસ મથકે રૂા.51000નો મુદામાલ અને અન્ય દસ્તાવેજ ભરેલ બેગની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.

Print