![]() |
![]() SANJ SAMACHAR | Date: 18-06-2024 Tuesday | Rajkot |
|
અમદાવાદ : ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે પરંતુ હવે એક સમાચાર મળ્યા કે મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા રંગે હાથે ઝડપાયો છે.
ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ લેતા ઝડપાયા છે. અમદાવાદમાં ડ્રગ્સનું સેવન હોસ્પિટલ સુધી પહોચ્યું છે.
અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ચકચાર મચી છે. સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ SVPમાં આવીને ડ્રગ્સ લેતો ઝડપાયો છે. એપરોન પેહરેલો વિદ્યાર્થી એક વોર્ડ માંથી સિરીંજ લે અને બીજા વોર્ડ માંથી અન્ય વસ્તુઓ લઈને ટોઇલેટમાં જતો જ્યાં તે પોતાની જાતે ઇન્જેક્શન લગાવી ડ્રગ્સ લેતો હતો.
આ સિલસિલો કેટલાય દિવસથી ચાલતો હોવાનું બહાર આવ્યું છે. સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી અનુસાર સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ છેલ્લા ઘણા દિવસોથી SVP હોસ્પિટલમાં આવતો હતો.
મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે. શું અન્ય લોકો પણ આ વિદ્યાર્થી સાથે ડ્રગ્સ લેતો કે નહિ, ક્યાં થી આ વિદ્યાર્થીને ડ્રગ્સ મળતું તે બાબતે પોલીસે તપાસ ચાલુ કરી છે