www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામખંભાળીયા ક્રાઇમ સમાચાર

ખંભાળીયામાં આધેડનું બીમારી સબબ મૃત્યુ


સાંજ સમાચાર

(કુંજન રાડીયા) જામખંભાળીયા, તા. 24
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મયુરસિંહ ભાવુભા પરમાર નામના 51 વર્ષના આધેડને છેલ્લા વીસેક દિવસથી કમળાની બીમારી હોય, સારવાર દરમિયાન તેમને શ્વાસ ઉપાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતક પુત્ર વિશ્વરાજસિંહ મયુરસિંહ પરમારએ અહીંની પોલીસને કરી છે.

ખંભાળિયા નજીક ટ્રકની અડફેટે કાર: બે ઘવાયા
પોરબંદરમાં મીલપરા શેરી નંબર 3 ખાતે રહેતા પ્રેમાંગભાઈ રાજેશભાઈ વાકાણી નામના 28 વર્ષના લોહાણા વેપારી યુવાન તેમની જી.જે. 03 ઈ.સી. 9586 નંબરની ઈઓન મોટરકાર લઈને જામનગરથી પોરબંદર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓ માર્ગ ભૂલી જતા ખંભાળિયા-દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર હંસ્થળ ગામના પાટીયા પાસે આવેલી એક હોટલ ખાતે પોતાની કાર એક તરફ પાર્ક કરીને રસ્તો પૂછવા ગયા હતા.

ત્યારે પાછળથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 38 ટી. 7800 નંબરના ટ્રકના ચાલક રામાભાઈ કારાભાઈ ગામી (ઉ.વ.40, રહે. રાવલ) એ ઈઓન કારને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે પ્રેમાંગભાઈ વાકાણીને પગમાં તેમજ સાથે રહેલા કુલદીપ ખગ્રામને માથામાં નાની મોટી ઇજાઓ થવા પામી હતી.
આટલું જ નહીં, આ ટક્કરમાં કારને પણ વ્યાપક નુકસાની થયાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે પોરબંદરના રહીશ પ્રેમાંગભાઈ રાજેશભાઈની ફરિયાદ પરથી ટાટા ટ્રકના ચાલક રામાભાઈ ગામી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.

ખંભાળિયા નજીક જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: એક ફરાર
ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા લખણાદા બારા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી, એક મંદિર નજીક લીમડાના ઝાડ નીચે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ઉમેદસિંહ ભાવસંગજી જાડેજા, નારણજી માડમજી જેઠવા અને જામુભા રામસંગજી જાડેજા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા 18,860 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમિયાન દખણાદા બારા ગામનો બળદેવસિંહ રવુભા જાડેજા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે સલાયા મરીન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

ભાણવડ નજીક ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ધમધમતી બે ભઠ્ઠીઓ ઝડપાઈ: આરોપીઓ ફરાર
ભાણવડ નજીક આવેલા ડુંગરની ટેકરી વિસ્તારમાંથી સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા દરોડો પાડી, ધામણીનેસ ગામના રહીશ બધા લખમણ રબારી નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી પોલીસે 9 બેરલમાં ભરીને રાખવામાં આવેલો 1800 લિટર દેશી દારૂનો આથો, 100 લીટર દેશી દારૂ, વિગેરે મળી, કુલ રૂપિયા 6,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ જ વિસ્તારમાં પાડવામાં આવેલા અન્ય એક દરોડામાં ધામણીનેસ ગામનો ખીમા મેરામણ રબારી ગામના શખ્સ દ્વારા ચલાવતી દેશી દારૂની ભઠ્ઠીમાંથી પોલીસે દારૂનો આથો, બેરલ વિગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ઉપરોક્ત બંને દરોડાઓમાં આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. જેથી ભાણવડ પોલીસમાં બંને શખ્સો સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપીઓને ફરાર જાહેર કરાયા છે.

Print