www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દુધરેજ કેનાલ પાસે હીટ એન્ડ રનમાં આધેડને ઇજા


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 22
દૂધરેજ કેનાલ પાસે હીટ એન્ડ રન ટેન્કરચાલક ફરા ધ્રાંગધ્રા રોડ પર ફરી અકસ્માત સર્જાયો છે. જેમાં ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ટેન્કરચાલક ફરાર થઇ ગયો હતો. સુરેન્દ્રનગરથી લટુડા જતા એક શખસને દૂધરેજ કેનાલ પાસે ટેન્કરે અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. જેની ફરિયાદ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન મથકે લટુડાના નિકુલભાઇ કોડિયાએ નોંધાવી હતી. 

જે મુજબ તેમના કાકા અશોકભાઇ કુકાભાઇ કોડિયા તેમનું સ્કૂટર લઇ સુરેન્દ્રનગરથી લટુડા જવા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં ટીબી હોસ્પિટલ પાસે રેલવે પુલ પર આગળ એક ટેન્કરે પાછળથી ઝડપથી આવીને તેમના કાકાના સ્કૂટર સાથે ભટકાઇ જતા અશોકભાઇ નીચે પડી ગયા હતા. ત્યારબાદ ટેન્કરના વ્હીલ અશોકભાઇના હાથ ઉપરથી ફરી વળતા તેમને હાથ કપાવવો પડ્યો હતો. 

લોકો એકઠા થઇ જતા ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં 108ને જાણ કરી બોલાવતા ઘાયલ અશોકભાઇને સારવાર માટે ટીબી હોસ્પિટલ લઇ ગયા હતા. વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલમાં મોકલવા પડ્યા હતા. આ બનાવમાં અકસ્માત સર્જી યુટિલિટી ચાલક જતો રહ્યો હોવાથી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. 

Print