www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટ્રકમાં ચાલતું મોબાઈલ જુગારધામ પકડાયું


ખેડા પાસે પોલીસનો દરોડો: 42 શખ્સોની ધરપકડ: પોણા પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત

સાંજ સમાચાર

રાજકોટ,તા.22
ગુજરાતમાં પોલીસથી બચવા અવનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લામાં ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા એલસીબીને ચાલુ ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને પૂછપરછ કરતા ટ્રકમાં લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું.

રાજ્યમાં જુગાર રમતા અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે. ત્યારે ખેડા જિલ્લામાં ચાલુ એક ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો હતો. જોકે તેનો આ કિમીયો પોલીસ પાસે નિષ્ફળ ગયો હતો. વાત એવી છે કે ખેડા એલસીબી અને એસઓજી પોલીસે ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેના પગલે હાઈવે પર નાકાબંધી કરી હતી.આ દરમિયામન મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસે પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈસર GJ 38 TA 1551ને અટકાવવામાં આવી હતી. આ પછી પોલીસે પૂછપરછ કરતા જૂગારધામ ઝટપાયું હતું. 
અટકાયત 

આ કેસમાં પોલીસે જુગારનો અડ્ડો ચલાવીને જુગાર રમતા ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે જુગારમાં અટકાયત કરેલા તમામ લોકો ધોળકા-ખેડા-મહેમદાબાદ-મહુધા-ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રક દોડાવતા હતા. પોલીસે તમામ પાસેથી રોકડ રૂપિયા 1,55,490 તેમજ દાવ પર રોકડ રૂપિયા 9,230 તથા 7 નંગ મોબાઇલ તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂ.4,72,720નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Print