www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લિવ ઈન રીલેશનશીપ

હવેના યુવાનોમાં એક નવો ક્રેઝ: યુવાનો વૈવાહિક જીવનનો પહેલા અનુભવ ઈચ્છે છે


► લગ્નના વધુ સારા વૈકલ્પિક મોડલ તરીકે યુવાનો લિવ-ઇનને વિચારી રહ્યા છે

સાંજ સમાચાર

► સંબંધોમાં ઉદાર અભિગમ ભારતીય યુવાનોને આકર્ષી રહ્યો છે

નવી દિલ્હી,તા.22
એક સર્વે અનુસાર, દરેક સેકન્ડ ભારતીય યુવક લગ્ન પહેલા ’લિવ-ઈન રિલેશનશિપ’માં રહેવા માંગે છે. લાયન્સગેટ પ્લે ઓટીટી પ્લેટફોર્મના સંશોધનમાં આ વાત સામે આવી છે. રિસર્ચ ગેટ સંસ્થાએ લિવ ઇન પર એક અભ્યાસ પણ કર્યો છે.

અભ્યાસ મુજબ, ભારતીય યુવાનો ઘણા કારણોસર લિવ-ઈન તરફ આકર્ષાઈ રહ્યા છે.

શહેરીકરણ અને આધુનિકીકરણ: આધુનિક જીવનશૈલી લિવ-ઇનને પ્રાધાન્ય આપવામાં ભૂમિકા ભજવે છે. શહેરી વાતાવરણ સંબંધોમાં ઉદાર અભિગમને પ્રોત્સાહન આપે છે.

સાંસ્કૃતિક ફેરબદલ: વૈશ્વિકીકરણ અને મીડિયાએ સંસ્કૃતિઓનું આદાનપ્રદાન કર્યું છે. લોકો સંબંધોના વૈકલ્પિક મોડલ, લિવ-ઇનથી માહિતગાર થયા છે. વિવાહિત

જીવનનો અનુભવ: યુવાનો માને છે કે લગ્ન પહેલાં લિવિંગ ઈન રિહર્સલ છે, જેથી સંબંધમાં પ્રતિબદ્ધતા માટે સુસંગતતા રહી મૂલ્યાંકન કરી શકાય છે.

વિવિધ નિર્ણયની સ્વતંત્રતા:વિવિધ નિર્ણયો પર સ્વાયત્તતા અકબંધ રહે છે. બંને ભાગીદારો વિવિધ જવાબદારીઓ વહેંચવાનું પસંદ કરી શકે છે.

સરળ અલગતા: લિવ-ઇન સંબંધોમાં, પાર્ટનર માટે સંબંધમાં પ્રવેશવું અને છુટટુ પડવું સરળ છે. જ્યારે લગ્નથી અલગ થવામાં જટિલ કાનૂની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

Print