www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગ્રાહકો પાસેથી કારનું ડાઉન પેમેન્ટ લઈ રૂ.2.82 લાખ ઓળવી જનાર જામનગરનો શખ્સ ઝડપાયો


કટારીયા ઓટો મોબાઇલમાં સેલ્સ ટીમ લીડર રવિ ચાવડાએ બે ગ્રાહક પાસેથી રૂપીયા લઈ ડુપ્લીકેટ પેમેન્ટ રીસીપ્ટ પણ આપી દિધી ’તી: બે માસથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

સાંજ સમાચાર

રાજકોટ.તા.22
શહેરની ભાગોળે કટારીયા ચોકડી પાસે આવેલ કટારીયા ઓટો મોબાઇલમાં સેલ્સ ટીમ લીડર જામનગરના રવિ ચાવડાએ બે ગ્રાહક પાસેથી કારના ડાઉન પેમેન્ટ પેટે રૂ.2.82 લઈ ગ્રાહકોને ડુપ્લીકેટ પેમેન્ટ રીસીપ્ટ પણ આપી રૂપીયા ઓળવી જતાં બે માસ પહેલાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે બાદ તેને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે વાવડીમાં મહમંદીબાગ સોસાયટીમાં રહેતાં અનવરભાઈ ફારૂકભાઇ મીનીવાડીયા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રવી પંકજ ચાવડાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કાલાવાડ રોડ ઉપર આવેલ કટારીયા ઓટો મોબાઇલ નામના મારૂતિ કારના શો-રૂમમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. શો-રૂમમાં 2વી ચાવડા  છેલ્લા ત્રણેક વર્ષથી સેલ્સ ટીમ લીડર તરીકેની નોકરી કરતો હતો. તેમને કંપનીની ગાડીઓનું વેચાણ કરવાની કામગીરી અને બુકીંગથી ડિલેવરી સુધીની તમામ પ્રોસેસ કરવાની હોય છે.

ગઈ તા.23/01 ના રોજ કંપનીના કસ્ટરમર દેવજીભાઇ પ્રાગજીભાઇ સંતોકી શો-રુમ પર આવી  જણાવેલ કે, અમારી ગાડીની ડીલવરી સેલ્સ ટીમ લીડર રવી આપતો નથી. જેથી એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં તપાસ કરાવતા કસ્ટરમરમાં ડાઉન પેમેનટના પૈસા ભરવાના બાકી છે જેથી તેઓને ડાઉન પેમેન્ટ બાકી છે જેથી તમારી કારની ડિલિવરી મળેલ નથી તેવી વાત કરતા કસ્ટમર દેવજીભાઈએ  જણાવેલ કે, મેં રૂ.1.94 લાખ તા.12/01 ના  આપેલ હતા. જેમનો રવીએ એક પેમેન્ટ રીસીપ્ટ પણ આપેલ છે.

પેમેન્ટ રીસીપ્ટની ખરાઈ કરતા તે પેમેન્ટ રીસીપ્ટ ખોટી હોવાનુ અને તેમાં કેશીયર તરીકે કરેલ સહી પણ ખોટી હોવાનુ જાણવા મળેલ હતું. દરમિયાન બીજા જ દિવસે બીજા એક કસ્ટમર સતીષભાઈ બચુભાઇ સોલંકી આવેલા અને  જણાવેલ કે, રવી મને મારી કારની ડીલવર નથી આપતા કહેતાં એકાઉન્ટમાં ખરાઇ કરતા તેમાં પણ ડાઉન પેમેન્ટ બાકી હોવાનુ જાણવા મળતા કસ્ટમરે  જણાવેલ કે, મે આ રવીને કારના ડાઉનપેમેન્ટ પેટેન્ટ તા.10/01 ના રોજ તમારા શોરૂમ ઉપર આવી કુલ રૂ.88 હજાર આપેલ હતાં. 

બાદમાં સેલ્સ ટીમ લીડર રવી ચાવડાને બોલાવી આ  બાબતે પુછપરછ કરતા, જણાવેલ કે આ બંને કસ્ટમરોના મળી કુલ રૂ.2.82 લાખ મેં લીધેલ છે અને જે રૂપીયા મારા અંગત ઉપયોગમાં વાપરી નાખેલ છે. તેમજ તેને આ રૂપીયા ભરી દેવાનુ જણાવ્યા બાદ રૂપીયા કંપનીમાં ભરેલ ન હોઇ અને કંપની સાથે ઠગાઇ કરવાના હેતુથી પેમેન્ટ રીસીપ્ટ જેવો ખોટો કીંમતી ડોક્યુમેન્ટ બનાવી જે બનાવટી પેમેન્ટ રીસીપ્ટ કસ્ટમરને આપી રૂ.2,82 લાખની ઉચાપત કરેલ હતી. 

બનાવ અંગે ગયા માર્ચ માસમાં તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ 465, 467, 568, 471, 408 હેઠળ  ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ અને ટીમ તપાસમાં હતી ત્યારે એએસઆઈ વાલાભાઈ ડાભી, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર અને પ્રદીપસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે રવી પંકજ ચાવડા (ઉ.વ.25),(રહે. યોગેશ્વર પાર્ક શેરી નં.6, ગુલાબનગર, જામનગર) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Print