www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલમાં દાસીજીવણ પાર્ટી પ્લોટમાં ચાલતી રામકથામાં માનવ મહેરામણ ઉમટી પડયું

આખી જીંદગી અસત્ય બોલી એક દિવસ સત્યનારાયણની કથા થકી સત્યવાદી ન બની શકાય


► શિવના ડમરૂના નાદથી વ્યાકરણની રચના થઇ છે, ડમરૂ એ એક અદભુત વાદ્ય છે : પૂ. મોરારીબાપુ

સાંજ સમાચાર

► સંસ્કૃતમાં નિપુણનો અર્થ થાય છે પુણ્ય, જેને પુણ્ય કર્યા એમને નિપુણ કહેવાય : પુણ્ય અને પાપના ખાતા અલગ છે

► 24 કલાક પ્રસન્ન રહો, જીવી લો, સારો અવસર મળ્યો છે, બીજાની ટીકા ટીપ્પણથી આપણો આનંદ ન ગુમાવાય

 

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.22

ગોંડલના આંગણે  દાસીજીવણ પાર્ટી પ્લોટમાં  ચાલી રહેલી રામકથામાં આજે ચોથા દીવસે માનવ મહેરામણ ઉમટી પડતા પચ્ચીસ હજારની ક્ષમતા ધરાવતો ડોમ ટુંકો પડ્યો હતો.

લોહલંગરીબાપુના સાનિધ્યમાં કથાના ચતુર્થ દિવસે પૂ. મોરારીબાપુએ રામકથામાં શિવ-પાર્વતીજીની કથા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં બાપુ એ કહ્યું ગૃહસ્થ આશ્રમ થી મોટો કોઈ આશ્રમ ન હોઈ શકે.આશ્રમ બનાવો તો ઢંગ થી બનાવજો. ઢોંગથી નહી. રામાયણમાં એક બે ઢોંગ આશ્રમ દર્શાવયમાં આવ્યા છે.આશ્રમ અંતર્ગત પાંચ ઢંગ અંગે વિસ્તારથી કહ્યું હતું.

પ્રથમ સ્વૈચ્છીક ગરીબાઈ છોડી આશ્રમ ચલાવવો. બીજું સ્નેહપૂર્વક સંયમથી આશ્રમ ચલાવવો. ત્રીજું કટુવર્જન્મ કડવા વાક્યો છોડવા. ચોથું  ગુરૂના નિવેદનથી જીવી જવું પાંચમું સ્નેહ સાધનમ. આશ્રમ કરવા કરતાં પરમાત્માએ બનાવેલ આખું જગત આશ્રમ જ છે. જો એવુ મનાય તો આશ્રમ ની કોઈ જરૂર નથી.

બાપુએ જણાવ્યું  કે હું કથાના નવ દિવસ વાવવા આવ્યો છું ,બીજાના દોષ જોવાની આદત હોય એ એમના ગુરૂમાં પણ દોષ જોશે, સાધુ થયા પછી કોઈ વર્ણ ન જોવા. બીજામાં વર્ણ ન જોવે એ સાધુ,બ્રોડ કાસ્ટ બંધ કરો, ગિફ્ટ કાસ્ટ શરૂ કરો. સ્થાન કે વ્યક્તિ કામ કરતા હોય છે. સ્પર્ધા માટે આશ્રમ ન હોય શ્રદ્ધા માટે આશ્રમ હોય છે.

આશ્રમમાં કોઈ વસ્તુ વેંચાવી ન જોઈએ વહેંચાવી જોઈએ, આશ્રમમાં જડ ચેતન કોઈપણની નિંદા ન થતી હોય તે આશ્રમ. શ્રમ કરો આશ્રમની જરૂર નથી. સાહિત્યનાં મર્મી એવા મોરારીબાપુ એ જણાવ્યું કે કોળિયા નથી ખાધા એટલા કાગળોના ઉદ્ઘાટન કર્યા છે. સાહિત્ય ક્ષેત્રમાં 65 વર્ષમાં 150 વર્ષના કામ કર્યા છે.વક્તા અને લેખનમાં આત્મકળા ઉત્પન થાય છે. શિવના ડમરાના નાદથી વ્યાકરણની રચના થઈ છે. ડમરૂ એ એક અદભુત વાદ્ય છે.

આ તકે ગૌ મંડળ અંતર્ગત તુષાર શુક્લની કવિતાનુ બાપુએ વાંચન કરી છણાવટ  કરી હતી. તેમણે કહ્યુ કે રામકથા અનેક છે. સો કરોડ રામ ગાથા છે.પરંતુ એક એક અક્ષર રામ કથા છે.મોહ માંથી મેલનો જન્મ થાય છે.સંસ્કૃત નો એક એક અક્ષર ગજબ છે.સંસ્કૃત ગજબ છે.સંસ્કૃતમાં નિપુણનો અર્થ થાય પુણ્ય. જેને પુણ્ય કર્યા એમને નિપુણ કહેવાય. જો કે પુણ્ય અને પાપનું ખાતું અંક ગણિત અને બીજ ગણિત સમાન છે.

પુણ્ય અને પાપનાં ખાતા અલગ છે. આખી જિંદગી અસત્ય બોલી એક દિવસ સત્યનારાયણ કથા થકી સત્યવાદી ન બની શકાય. 24 કલાક પ્રશન્ન રહો. આનંદમાં રહો દુનિયાને જે કહેવું હોય તે. આપણે પ્રસન્ન રહેવું જીવી લો સારો અવસર મળ્યો છે. બીજાના ટીકા ટિપ્પણથી આપણો આનંદ ન ગુમાવાય. પ્રભાવથી નહીં સ્વભાવથી જીવો બાપ.

બાપુએ જણાવ્યું હતું કે પૂનમ ભરવા કરતાં બેંકના હપ્તા લેણદારને ચૂકવી દો એ પણ સદકાર્ય છે.સુર તાલ અને લય માં ગાવું એ પણ એક થેરપી છે.તલગાજરડા બેસો એટલે તલગાજરડીયા એમ ગોંડલમાં બેસો એટલે બધાં જ ગોંડલીયા બાપુ કહ્યું ગુરૂને ગાવો કરતાં સેવો, ગુરૂ માતા પિતા પ્રભુ સમર્થ હોય તો જે વાત કરે એ વાત માની લેવી.

હું તો વૈરાગી બાવો છું અને વૈરાગી જ રહેવા માંગુ છું એક માર્ગી છું. ઈશ્વર એ પરીક્ષાનો વિષય નથી પ્રતીક્ષાનો વિષય છે. રૂપ બદલી શકાય પરંતુ સ્વરૂપનું શુ? રૂપ અનેક હોય સ્વરૂપ એક જ હોય. માણસમાં સાધના શુદ્ધ હોવી જોઈએ ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવું જરૂરી છે. 

મોરારીબાપુએ વિનોબાભાવેને કળિયુગના બ્રહ્મચારી ગણાવ્યા હતા. બાપુએ ચોગઠા બાજી રમતને આધ્યાત્મિક સાથે સુંદર ઉદાહરણ સાથે સમજાવી હતી.

Print