www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદમાં રેકોર્ડબ્રેક ભાવે ઈસ્કોન આંબલી રોડ પર જમીનનો પ્લોટ વેચાયો


રૂા.3.4 લાખના સ્કવેર દીઠ ભાવે પ્લોટ વેચાયો: 200 કરોડની ડીલ થઈ

સાંજ સમાચાર

અમદાવાદ,તા.2
અત્રે ઈસ્કોન-આંબલી રોડ પર એકતા ફોર્મ સ્વાતિ પ્રોકોનને રેકોર્ડબ્રેક કિંમતે જમીનનો પ્લોટ વેચ્યો છે. એકતા ફાર્મ સોસાયટીનો આ પ્લોટ રૂા.3.3 લાખથી 3.4 લાખના ઘર સ્કવેરના ભાવે વેચાયો હતો.

આ રેકોર્ડબ્રેક ભાવ છે. ઓવરઓલ 200 કરોડની આ જમીનની ડીલ થઈ છે. આ પ્લોટ અશોક વટિકા સોસાયટી પાસે આવેલો છે. આ પ્લોટ પાસે અનેક સુવિધાઓ છે. જેમને બીઆરટીએસ સ્ટેશન સોસાયટીના ગેટની સામે છે. લોકપ્રિય લેન્ડમાર્ક છે. એફએસઆઈ (ફલોર સ્પેસ ઈન્ડેકસ) પણ વિશાળ છે. સીટીના સ્વાતિ ગ્રુપે આ 6000થી 7000 સ્કવેર યાર્ડમાં વહેંચાયેલો પ્લોટ ખરીદ્યો છે.

Print