www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણના કનેસરા ગામની સીમમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો


વાડી માલિક અને દારૂનું કટિંગ કરતાં બે શખ્સો ફરાર: જસદણ પોલીસે દારૂ, બિયર, કાર અને એક્ટિવા મળી રૂ.2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: નાસી છૂટેલા શખ્સોની શોધખોળ

સાંજ સમાચાર

રાજકોટ. તા.22
જસદણના કનેસરા ગામની સીમમાંથી  156 બોટલ દારૂ અને બિયરના 192 ટીન જસદણ પોલીસે કબ્જે કરી રૂ.2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા વાડી મલિક સહિત ત્રણ શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, ભાડલા પોલીસ મથકના પીએસઆઈ આર.એસ.સાંકળિયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કરણભાઇ શેખ, બળદેવભાઈ સોલંકીને કનેસરા ગામની લાડુડા ડુંગરની પાછળ કમા જેઠા પરમારની  વાડીની ઓરડીમાં વિદેશી દારૂ રાખી કિરણ કલા મકવાણા (રહે.ખેડવાવડી,જસદણ) દારૂનું કટીંગ કરે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતાં વાડીની ઓરડીએથી ત્રણ શખ્સો બાજુમા આવેલ વીડીમાં નાસી છૂટ્યા હતાં.

વાડીએ તપાસ કરતાં ત્યાં પડેલ એક્ટીવા ગાડીમાં આગળના ભાગે દારૂની એક પેટી જોવામા આવેલ તેમજ વાડીની ઓરડી ચેક કરતા ઓરડીના ખુણામાં  દારૂની 7 પેટી જોવામા આવેલ બાદ તમામ પેટી ચેક કરતાં કુલ 13 પેટીમાંથી દારૂની 156 બોટલ મળી આવી હતી. તેમજ ત્યાંથી જ બિયરની 8 પેટી પણ મળી આવતાં કુલ બિયરના કુલ 192 ટીન મળી આવતાં દારૂ, બિયર, એક્ટિવા અને કાર મળી કુલ રૂ.2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

♦ગોંડલની મોટી બજારમાં ખંઢેર મકાનમાંથી વોડકા દારૂની 153 બોટલ ઝડપાઇ: બુટલેગરની શોધખોળ

♦રૂરલ એલસીબીએ દરોડો પાડી રૂ.15300 નો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ. તા.22
ગોંડલની મોટી બઝારમાં આવેલ ખંઢેર મકાનમાંથી વોડકા દારૂની 153 બોટલ રૂરલ એલસીબીની ટીમે પકડી રૂ.15300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો રાખનાર અર્જુન ચૌહાણ નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં એએસઆઈ બ્રીજરાજસીંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ, દિગ્વીજયસીંહ રાઠોડ, અનીલભાઈ ગુજરાતી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગોંડલમાં મોટીબઝારમાં રહેતાં અર્જુન મહેન્દ્ર ચૌહાણના બે માળના ખંઢેર મકાનમાં ઉપરના માળે ખંઢેર મકાનના કાટમાળના નીચેના ભાગે વિદેશી દારૂનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી વોડકાની 153 બોટલ મળી આવતાં પોલીસે રૂ.15300 નો મુદ્દામાલ કબ્જે કરી  દારૂનો જથ્થો સંતાડનાર અર્જુન મહેન્દ્ર ચૌહાણની શોધખોળ હાથ ધરી હતી.

 

 

Print