www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી-20 વિશ્વકપ: સુપર-8

યુ.એસ.એ. સામે વેસ્ટઈન્ડિઝનો ભવ્ય વિજય


♦ મેન ઓફ ધ મેચ: રોસ્ટન ચેસ

સાંજ સમાચાર

♦ 8 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે સ્ફોટક ઈનિંગ્સ રમતો સાઈ હોપ

બ્રીજટાઉન (બાર્બાડોસ): 
વેસ્ટઈન્ડીઝ અને યુ.એસ.એ ના આજના વિશ્વકપ ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને યુ.એસ.એ.ને દાવ આપ્યો હતો. યુ.એસ.એ. દ્વારા 19.5 ઓવરમાં માત્ર 128 રન કર્યા હતા. કોઈપણ બેટર શ્રેષ્ઠ રન કરી શકેલ નહિં.ટેઈલર (2), ગોસ (29), એન.કુમાર (20) કપ્તાન આરોન (11), એન્ડરસન (7) મીલંદકુમાર (19) હરમીતસિંહ (0) કરેલ હતા. વેસ્ટ ઈન્ડીઝનાં રસેલે ત્રણ વિકેટ, રોસ્ટન ચેસે ત્રણ વિકેટ, જોસેફે બે વિકેટ અને મોટીઈએ એક વિકેટ લીધી હતી.

મેન ઓફ ધ મેચ રોસ્ટને ચાર ઓવરમાં માત્ર 19 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડીઝે માત્ર 10.5 ઓવરમાં જ 130 રન બનાવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. ઓપનર હોપે અણનમ 82 રન બનાવ્યા જેમાં 8 છગ્ગા અને 4 ચોગ્ગા હતા. 82 રન માત્ર 39 દડામાં બનાવ્યા હતા.

ચાર્લ્સના 15 રન અને પુરન (અણનમ) ના 27 રન હતા. હરમીતને એક વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડીઝ સુપર-8 ના બે મેચ રમ્યુ છે જેમાં યુ.એસ.એ.ને હરાવતાં વેસ્ટ ઈન્ડીઝને બે પોઈન્ટ મળેલ છે.

 

 

 

Print