www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોમાસામાં વિજ સપ્લાય મુદે સમીક્ષા બેઠક મળી


મેનેજીંગ ડિરેકટર પ્રિતી શર્માએ તમામ સર્કલનો નિયમિત રીવ્યુ લેવાનો આદેશ કર્યો

સાંજ સમાચાર

રાજકોટ:તા 29 

મેનેજિંગ ડિરેકટર પ્રીતિ શર્મા દ્વારા તા. 27.06.2024 ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના અધિક્ષક ઈજનેરોને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જાળવવા માટે ક્લોઝ મોનિટરિંગ કરવાની સૂચનાઓ પાઠવેલ તથા વિશેષ મુખ્ય ઈજનેરોને આ માટે જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી, જેમાં દરેક અધિક્ષક ઈજનેરને મેઈનટેનન્સ રિવ્યુ કરવા ફોલ્ટ રેક્ટીફિકેશન એક્ટિવિટીનું ક્લોઝ મોનિટરિંગ કરવા અને દરેક અધિક્ષક ઈજનેરને પોતાના જિલ્લાની સઘન મુલાકાત કરવાની તાકીદ કરવામાં આવી.

પીજીવીસીએલના દરેક જિલ્લાના અધિકારીઓને, જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં રહેવાની સૂચન પણ કરવામાં આવેલ. મટીરિયલ મેનેજમેન્ટ બાબતે દરેક અધિક્ષક ઈજનેરે પોતાના સર્કલનો રેગ્યુલર રિવ્યુ કરવા અને પૂરતા મટિરિયલની આપૂર્તિ તાપસવાનું જણાવેલ. આ અંગે મુખ્ય ઈજનેર મટિરિયલને પણ સૂચના આપવામાં આવેલ તેમજ વીજ પુરવઠો જાળવવા પૂરતા મટીરિયલની વ્યવસ્થા જાળવવા તાકીદ કરેલ.આ ઉપરાંત સિસ્ટમ ઇમ્પ્રુમેન્ટ પ્રોજેકટ્સ અને આર.ડી.એસ.એસ. (છઉજજ) યોજના હેઠળ એમ.વી.સી.સી. (ખટઈઈ) કેબલને અગ્રિમતાના ધોરણે ઉપયોગમાં લાવી અને વીજ પુરવઠો જાળવવા સૂચનાઓ પાઠવવામાં આવી. આ ઉપરાંત માનનીય મેનેજિંગ ડિરેકટર દ્વારા પોતે તમામ વર્તુળ કચેરીઓની તબક્કાવાર સમીક્ષા બેઠકોનું આયોજન કરેલ જે અનુસંધાને મેનેજિંગ ડિરેકટર દ્વારા આજરોજ અંજાર અને ભૂજ ખાતે ત્યાંનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતે પરિણામલક્ષી ચર્ચાઓ કરી.

અંજાર વર્તુળ કચેરીની 13 અને ભૂજની 19 પેટા વિભાગીય કચેરીઓની ફરિયાદ નિવારણ પધ્ધતિની સમિક્ષા કરી અને તેમાં પૂરતો મેનપાવર, પૂરતું મટીરિયલની ખાતરી કરવા સૂચનાઓ આપી અને ફોલ્ટનો ઝડપીમાં ઝડપી નિરાકરણ થાય તે મુજબ આયોજન કર્યું. જેમાં પેટા વિભાગીય કચેરીઓ ઉપરાંત 14 જેટલી ઈન્સ્ટોલેશન ચેકિંગ અને ટ્રાન્સફોર્મર મેઈનટેનાન્સ સ્ટાફને તેમના વાહનો સાથે ફિલ્ડમાં ઉતારી દેવામાં આવેલ.આ ઉપરાંત પાવર સપ્લાય આઉટેજ શક્ય હોય ત્યાં સુધી ઘટાડવો અને તેમનું શટડાઉન જેટકો ના શટડાઉન સાથે લેવો જેથી વીજગ્રાહકોને વીજ વિક્ષેપ અનુભવવો ન પડે.ત્વરિત ફોલ્ટ નિવારણ માટે કરવાની સૂચનાઓ સ્થળ પર જ આપી અને તાત્કાલિક અમલ કરાવેલ.

 

Print