www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કલેકટર કચેરીમાં કાલે સાંજે યોજાશે રોડ સેફટી કાઉન્સિલની બેઠક


વર્ષ 2024-25ના એકશન પ્લાન, બ્લેક સ્પોટ ટ્રાફીક મેનેજમેન્ટ સહિતના મુદ્દે થશે ચર્ચા

સાંજ સમાચાર

રાજકોટ,તા.22
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે તા.23ને ગુરૂવારે સાંજના 5.30 કલાકે રોડ સેફટી કાઉન્સિલની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી છે. કલેકટર કચેરીના સમિતી ખંડમાં યોજાનાર આ બેઠકમાં વર્ષ 2023-24 દરમિયાનની કામગીરીની સમિક્ષા વર્ષ 2024-25ના એકશન પ્લાન અંગે તેમજ બ્લેકસ્પોર્ટ, રોડ માકીંગ, સાઈન બોર્ડ ટ્રાફીક મેનેજમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.અહીં એ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના દોઢમાસના સમયગાળા બાદ આ જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક આયોજિત કરવામાં આવી છે.

Print