www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘યુપી ફાઈલ્સ’, ‘જેએનયુ’, ‘સાબરમતી એકસપ્રેસ’ સહિતની ફિલ્મો રિલીઝ થશે

આવનારા દિવસોમાં રૂપેરી પડદે રિયાલીટી બેઝડ ફિલ્મોનો મારો!


લોકસભાની ચૂંટણી ટાંકણે જ રિયાલીટી બેઝડ ફિલ્મોની રિલીઝ સામે કેટલાક રાજકીય પક્ષોનો વિરોધ! કેટલાક રાજકીય પક્ષોનું સમર્થન!: સાઉથના નેતા-અભિનેતા પ્રકાશ રાજે લખ્યું- ‘પ્રોપેગેન્ડા ફિલ્મ્સ... શું આપણે તેને ઈલેકટોરલ બોન્ડ સીરીઝ કહી શકીએ?

સાંજ સમાચાર

મુંબઈ: ગત વર્ષ ‘ધી કાશ્મીર ફાઈલ્સ’ તેમજ ‘ધી કેરલ સ્ટોરી’ની સફળતાને પગલે છેલ્લા કેટલાક સમયથી રિયાલીટી બેઝડ ફિલ્મો બનવા લાગી છે. જો કે તાજેતરમાં રિલીઝ થયેલી રિયાલીટી બેઝડ ફિલ્મ ‘આર્ટિકલ 370’ને ધારી સફળતા નથી મળી. રિયાલીટી બેઝડ ‘બસ્તર ધી નકસલ સ્ટોરી’ અને ‘વીર સાવરકર’ જેવી ફિલ્મો રિલીઝ થઈ છે અને આવનારા દિવસોમાં પણ ‘યુપી ફાઈલ્સ’, ‘જેએનયુ’, ‘સાબરમતી રિપોર્ટ’ જેવી ફિલ્મો આવી રહી છે.

લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આવી ફિલ્મોનો કેટલાક રાજનીતીક પક્ષો વિરોધ પણ કરી રહ્યા છે તો કેટલાક રાજકીય પક્ષો આવી ફિલ્મોને લોકોને સચ્ચાઈથી રૂબરૂ કરાવવા માટે જરૂરી માને છે. હાલમાં જ જાણીતા ફિલ્મ એકટર પ્રકાશરાજે આવી ફિલ્મોના પોસ્ટર ટવીટ કરીને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું- પ્રોપેગેન્ડા ફિલ્મ્સ... શું આપણે તેને ઈલેકટરોલ બોન્ડ સીરીઝ કહી શકીએ.

માર્ચ મહિનાના અંતિમ શુક્રવારે ‘બંગાળ 1947’ ફિલ્મ રિલીઝ થશે. જેમાં ભારતના ભાગલાની કથાને બંગાળના સંદર્ભમાં દર્શાવવામાં આવી છે. એક વધુ ફિલ્મ ‘યુપી ફાઈલ્સ’ પણ રિલીઝ થશે જયારે એપ્રિલના પહેલા વીકમાં ‘જહાંગીર નેશનલ યુનિવર્સિટી- જેએનયુ’ રીલીઝ થશે.

આ ફિલ્મના ટીઝરે વિવાદ ખડો કર્યો છે તો એપ્રિલ મહિનામાં ઈદ પર રિલીઝ થનાર ટાઈગર શ્રોફ અને અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ પણ ભારતીય સેનાના એક ખાસ ઓપરેશન પર આધારિત છે. આ ઉપરાંત જોન અબ્રાહમ સ્ટારર દેશભક્તિના વિષયની ફિલ્મ ‘તહેરાન’ પણ રિલીઝ થઈ રહી છે.

જયારે ત્રીજી મે એ ગોધર ટ્રેન કાંડ પર આધારિત ફિલ્મ ‘સાબરમતી’ એકસપ્રેસનું રિલીઝ થવું નકકી છે જેમાં ચર્ચીત એકટર વિક્રાંત મેસી નજરે પડશે. જુન મહિનામાં કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘ઈમરજન્સી’ રિલીઝ થશે. ‘સ્વાતંત્ર્યવીર વીર સાવરકર’ના પ્રોડયુસર આનંદ પંડિતે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે રિયાલીટી બેઝડ ફિલ્મ કોઈ ખાસ તારીખે રિલીઝ કરાય છે.

આ એક સંયોગ છે. હવે દર્શકો સમજદાર થઈ ગયા છે. તે ફિલ્મનું માત્ર દમદાર ક્ધટેન્ટ જોવું પસંદ કરે છે. જયારે બિઝનેસ એનાલિસ્ટ ગિરીશ જોહર કહે છે- દર્શક મનોરંજન માટે ફિલ્મ જોવા જાય છે એટલે તે પહેલા મનોરંજનની કસોટી પર ખરી ઉતરવી જોઈએ.

Print