www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યામી-આદિત્યના ઘરે આવ્યો નાનકડો મહેમાન!


યામીએ પુત્રનું નામ રાખ્યું વેદવિદ અર્થાત વેદોનો જાણકાર: માતા-પિતા પર અભિનંદન વર્ષા

સાંજ સમાચાર

મુંબઇ, તા.21
બોલીવૂડ કપલ યામી ગૌતમ અને આદિત્ય ધરના ઘેર નાનકડા મહેમાનનું આગમન થઇ ગયું છે. 20મી મેએ યામી ગૌતમે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરી હતી કે તેણે પુત્રને જન્મ આપ્યો છે. સાથે સાથે તેણે પુત્રરત્નનું નામ પણ જણાવ્યું હતું.-વેદવિદ્.જેનો મતલબ થાય છે વેદોનો જાણકાર.

આદિત્ય ધરે લખ્યું હતું - જેમ કે અમે માતા-પિતા બનવાની આ સુંદર યાત્રા પર નીકળી ગયા છીએ, અમે ઉત્સુકતાથી અમારા પુત્રના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ. તેને મેળવીને અમે ધન્ય બન્યા છીએ. અમે આશા અને વિશ્વાસથી સભર બન્યા છીએ. અમારો પુત્ર અમારા પુરા પરિવારની સાથે અમારા પ્યારા દેશ માટે પણ ગૌરવનું પ્રતિક બનશે.

આયુષ્યમાન ખુરાના, મૃણાલ ઠાકુર, નેહા ધૂપિયા સહિત અનેક બોલિવૂડ હસ્તીઓએ કોમેન્ટ સેક્શનમાં યામી-આદિત્યને અભિનંદન પાઠવ્યા છે.

 

 

Print