www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાવરકુંડલાના નેસડી ગામે કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો


સાંજ સમાચાર

સાવરકુંડલાના નેસડી ગામે તારીખ 23 જૂન 2024 રવિવારના રોજ સાંજના 9 વાગ્યે કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. જેમાં નેસડી ખોડલધામ મહંત લવજી બાપુ તથા છગનદાસ બાપુ,આશ્રમ મહંત રામદાસ બાપુ તથા ગાંધીનગરથી મકવાણા રસિકભાઇ, સરવૈયા ચિરાગભાઈ, વિનોદભાઇ, સરપંચ વઘાસિયા કરસનભાઈ તથા વાડી કમિટીના સભ્યો સમાજના ભાઈઓ બહેનો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પરિવારનું રાષ્ટ્રનું નામ રોશન કરી વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે તેવી સરસ્વતી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ મહેમાનો તથા આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Print