www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કુવાડવામાં શિક્ષકે પોતાની પત્નીને બેફામ માર માર્યો


સાંજ સમાચાર

રાજકોટ, તા.18

રાજકોટ નજીક આવેલા કુવાડવામાં એક શિક્ષકે પોતાની પત્નીને બેફામ માર માર્યો હતો. મૂંઢ ઇજા થતાં ભાવનાબેન ગોસ્વામીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેને આક્ષેપ કર્યો કર્યો કે, પતિને બીજે સંબંધ હોય, છૂટાછેડા માંગતા ઝઘડો થયો હતો.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાવનાબેન બાવનપરી ગોસ્વામી(ઉં. વ.42, રહે કુવાડવા, ગુલાબનગર સોસાયટી) અને તેમના પુત્રીએ કરેલા આક્ષેપો મુજબ, ભાવનાબેનના લગ્ન 23 વર્ષ પહેલા બાવનપરી સાથે થયા હતા.

બાવનપરી કુવાડવા સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક છે. સંતાનમાં દીકરો, દીકરી છે. 4 વર્ષ પહેલાં પતિને કોઈ બિહારી નર્સ સાથે મિત્રતા હોવાની જાણ ભાવનાબેનને થઈ હતી. જેથી ઝઘડા થતા હતા. દરમિયાન ગઈકાલે ઘરે જ બંને પતિ-પત્ની ઝઘડી પડ્યા હતા. જેમાં પતિએ ઢીકા પાટુનો માર માર્યો હોવાનો આરોપ છે. આક્ષેપ મુજબ પતિને છૂટાછેડા જોઈએ છે એટલે ઝઘડો થયો હતો. કુવાડવા રોડ પોલીસે આ અંગે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Print