www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહિલા બાર દ્વારા તાલીમ વર્ગ યોજાયો


સાંજ સમાચાર

રાજકોટ,તા.22
રાજકોટ મહીલા બાર દ્વારા રાજકોટમાં પ્રેકટીસ કરતા લેડીઝ એડવોકેટ તથા લો સ્ટુડન્ટ માટે રાજકોટ ખાતે અખીલ હિન્દ મહીલા પરીષદના પ્રમુખ ભાવનાબેન જોષીપુરાના સહયોગથી અખીલ હીન્દ મહીલા પરીષદના કેમ્પસમાં ત્રિદિવસીય સેલ્ફ ડીફેન્સ માટેના નિશુલ્ક તાલીમ માટેનો કેમ્પ સૌપ્રથમ વાર રાજકોટ મહીલા બાર એશોશીએશન તથા ટેકનોફાઈટ માર્શલ આર્ટ મેનેજમેન્ટના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં રાજકોટના સીનીયર, જુનીયર મહીલા એડવોકેટઓ તથા લો સ્ટુડન્ટ તથા અખીલ હિન્દુ મહીલા પરીષદની મહીલાઓ વિગેરે બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો.

ટેકનોફાઈટ માર્શલ આર્ટ મેનેજમેન્ટના ડાયરેકટર રોબીનભાઈ કાસુંદ્રા તેમના સહયોગમાં કીશ્નાબેન તથા શ્રેયાબેને તાલીમ આપેલ. મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ ગ્રાહક સુરક્ષા કોર્ટના એકસ મેમ્બર કોકીલાબેન સચદેવ સીનીયર એડવોકેટ મીનાક્ષીબેન ત્રિવેદી,સ્મીતાબેન અત્રીએ પણ તાલીમમાં ભાગ લીધેલ અમીતાબેન સીપ્પી, જાગૃતીબેન દવેના હસ્તે સર્ટીફીકેટ પણ આપવામાં આવેલ.

આ તકે મહિલા બારના પ્રમુખ રક્ષાબેન ઉપાધ્યાય, મહીલા કારોબારી સભ્ય હીરલબેન જોષી, ઉપપ્રમુખ નયનાબેન ચૌહાણ, સેક્રેટરી બીનલબેન રવેશીયા, સ્તુતીબેન ત્રિવેદી, અંજનાબેન ચૌહાણ તથા કારોબારી પ્રગતીબેન માકડીયા કમિટી મેમ્બરો દ્વારા સફલતાપુર્વકનું આયોજન કરવામાં આવેલ હતું. 

Print