www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડાળી ગામ પાસે દારૂ ભરેલી વેન્યુ કાર રેઢી મળી આવી


132 બોટલ દારૂ અને કાર મળી રૂા.6.66 લાખનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી ચાલકની શોધખોળ આદરી

સાંજ સમાચાર

રાજકોટ:

ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે વડાળી ગામ પાસે આવેલ વિહોત માતાજીના મંદિર પાસેથી રેઢી પડેલ વેન્યુ કાર નં. જીજે 3 એમએલ 1282માંથી વિદેશી દારૂની 132 બોટલ ઝડપી કુલ રૂા.6.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે નાસી છુટેલ કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.

Print