www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રણછોડદાસ બાપુ આશ્રમ ટ્રસ્ટની નવી બનતી બિલ્ડિંગમાં શ્રમિકનો ગળાફાંસો ખાઇ આપઘાત : કંપારી છોડી દેતુ દ્રશ્ય


સાંજ સમાચાર

રાજકોટ, તા. 20
શહેરના કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નવી આંખની હોસ્પિટલનું બાંધકામ ચાલુ છે અહીં બાંધકામ સાઇટ પર કામ કરતા અને રણછોડદાસ બાપુ આશ્રમની ગૌશાળામાં રહેતા ઉત્તરપ્રદેશના શ્રમિક અમીત શોભનાથ રામ (ઉ.વ.18)એ કોઇ કારણોસર બાંધકામ સાઇટ પર બીમકોલમના સળીયા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેની કંપારી છોડાવી દેતી તસ્વીર સામે આવી છે.

મૃતક અહીં એક વર્ષથી કામ કરતો હતો અને એકલો જ રહેતો હતો. એકલવાયા જીવનથી કંટાળી પગલુ ભરી લીધુ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પરંતુ પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે. 

Print