www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દર્દીઓને લાભ માટે પ્રયાસો વધારો: કલેક્ટર

મોરબી સિવિલમાં સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર માટે વર્કશોપ યોજાયો


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22
સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ અને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કરવામાં આવતા હોય છે જે અનુસંધાને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્કશોપ અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિલિકોસીસનાં રોગ માટે પી. એસ.સી અને સી.એચ.સી તબક્કે પ્રાથમિક લક્ષણો જણાય અને ટીબી કે અન્ય રોગો ની દવાઓ નાં અપાય તે હેતુથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ તથા ટ્રેનિંગ પ્રોગ્રામમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી સહિતના તબીબી અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી વર્કશોપની શરૂઆત કરી હતી.

આ વર્કશોપમાં મોરબી જિલ્લાના સરકારી તબીબી અઘિકારીઓ હાજર રહ્યા હતા.જે વર્કશોપમાં પી. એચ.સી અને સી.એચ.સીનાં તબીબી અઘિકારીઓને સિલીકોસિસ દર્દીઓનું યોગ્ય નિદાન તથા સારવાર થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ વર્કશોપ માં મોટી સંખ્યામાં સરકારી તબીબી અઘિકારીઓએ ભાગ લીધો હતો. 

આ તકે જિલ્લા કલેકટર મોરબી કે.બી.ઝવેરી દ્વારા સીલિકોસિસ દર્દીઓને વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય તે માટે તમામ સરકારી યોજનાઓના મળે તેવા પ્રયાસ કરવા માટે અનુરોધ કર્યો હતો.

 

Print