www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉપલેટામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગા કોર્ષ યોજાશે


કિલ્લોલ શાળામાં આયોજન

સાંજ સમાચાર

ઉપલેટા,તા.22
ઉપલેટામાં આર્ટ લિવિંગ દ્રારા કોર્ષ... "હેપીનેસ પ્રોગ્રામ" અને બાળકો માટે "ઉત્કર્ષ યોગા"નું આયોજન કરવામાં આવેલ છે. લાતી પ્લોટમાં આવેલી કિલ્લોલ શાળામાં તા.24 થી 27 મે દરમિયાન આ બંને કોર્ષનું યોજવામાં આવેલ છે.

હેપીનેસ પ્રોગ્રામ મા 17 વર્ષ થી ઉપરની ઉંમરના ભાઈઓ, બહેનો ભાગ લઈ શકે, જેનો સમય શાંજના 8:00 થી 10:30 રહેશે.આ કોર્ષ નું હાર્દ એવી "સુદર્શન ક્રિયા" થી વ્યક્તિ ની શારીરિક અને માનસિક ક્ષમતા મા વધારો થાય છે અને તંદુરસ્ત જીવન માટે મદદરૂપ થઈ શકે છે. ઉમર વર્ષ 8 થી 13 ના બાળકો માટેના  "ઉત્કર્ષ યોગા" કોર્ષ નો સમય સવારના 9:00 થી 11:30 રહેશે. 

આ ચાર દિવસના કોર્ષ થી બાળકોમાં આત્મવિશ્વાસ, ઉત્સાહ અને એકાગ્રતા વધે છે.બાળકોમાં રહેલી શક્તિ નિખરે છે અને કુશળતા મા વધારો થાય છે,જે બાળક અને તેના વાલી માટે ઉપકારક બની શકે. વેકેશન ના આ સમય દરમિયાન વાલી તરફથી બાળક ને આ અમુલ્ય " ભેટ" બની રહેશે. આ બંને કોર્સમાં જોડાવા માટે અગાઉ થી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ માટે મો.નં. 99790 89445, 94282 62991 અને 9909298979 પર સંપર્ક કરવા જણાવાયું છે.
 

Print