www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાળ કપાવવાના રૂપિયા આપવા મામલે ક્ષૌરકર્મી યુવક પર બે અજાણ્યાં શખ્સનો છરીથી હુમલો


વૃંદાવન મેઇન રોડ રૂડા નગરનો બનાવ: બે દિવસ પહેલાં થયેલ બોલાચાલીનો ખાર રાખી રાતે દુકાનમાં ઘુસી કિશન હીરાણીને છરી ઝીંકી દિધી: તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.13
વૃંદાવન મેઇન રોડ રૂડા નગરમાં વાળ કપાવવાના રૂપીયા આપવા મામલે ક્ષૌરકર્મી યુવક પર બે અજાણ્યાં શખ્સએ છરીથી હુમલો કરતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી  આરોપીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે કાલાવડ રોડ પર વૃંદાવન મેઇન રોડ રૂડા નગર.01 માં રહેતાં કીશનભાઈ મહેશભાઇ હીરાણી (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સ્ટાઇલો હેર સલુન નામથી દુકાન મારા ધરમાં જ ચલાવે છે. 

ગઈ તા.11 ના  બપોરના પાંચેક વાગ્યે તે હેર સલુન પર કામ કરતો હતો ત્યારે દુકાને અગાઉ વાળ કપાવી ગયેલ એક અજાણ્યો શખ્સ તેની સાથે એક અન્ય  અજાણ્યા શખ્સ સાથે વાળ કપાવાવ માટે આવેલ હતાં. બંન્ને શખ્સોએ વાળ કપાવેલ અને ત્યાર બાદ વાળના પેર્મેન્ટ પેટે રૂપીયા માંગતા તેઓ રૂપીયા દેવા બાબતે બોલાચાલી કરી રૂ.400 ઓનલાઇન ચુકવેલ હતા.

ત્યાર બાદ ગઈકાલે રાત્રીના સાડા આઠેક તેઓ પોતાની દુકાને કામ કરતો હતો ત્યારે દુકાને અગાઉ  વાળ કપાવેલ હતા તે શખ્સો ઘસી આવેલ હતાં અને ત્યારે બોલાચાલી થઇ હતી. જે બાદ ઘસી આવેલા બંને અજાણ્યાં શખ્સો ઝધડો કરવાં લાગેલ અને બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. જેમને આવુ ના કરવા આજીજી કરવા છતા એક શખ્સે છરી કાઢી હુમલો કરતાં પીઠના ભાગે ઈજા પહોંચી હતી. દરમિયાન તે રાડા રાડી કરવા લાગતા આરોપીઓ બાઈક મૂકી નાસી છૂટ્યા હતાં.  

ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી બંને શખ્સો ઓળખ મેળવવા તપાડ હાથ ધરી હતી.

 

Print