www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માળીયા (મી) નજીક મીઠાના કારખાનામાં કામ કરતાં યુવાનને છાતીમાં દુખાવો ઉપાડતાં મોત


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતાં લોકેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ જાતે રાજપૂત (31) નામના યુવાનને કમરનો દુખાવો થતાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને સારવાર દરમિયાન જ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રમઝાનભાઈ આમદભાઈ જેડા મિયાણા (41) માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 

એલ બોટલ દારૂ
વાંકાનેર બાઉન્ડ્રી ઠીકરીયાળી ગામના બોર્ડ પાસેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ સાથે રોહિત જાદવભાઈ ચૌહાણ કોળીની ધરપકડ કરી હતી. 
 

ચાલક ફરાર
મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા મિલનભાઈ સોઢીયાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બોલેરો પિકઅપ નંબર જીજે 13 ડબલ્યુ 2584 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે તે પોતાના દોઢ વર્ષના દીકરા વિહામણને પોતાના બાઈક નંબર એમપી 11 એનઇ 7194 ઉપર લઈને ગામમાં ચક્કર મારવા માટે થઈને નીકળ્તો હતો ત્યારે ભૂમિ ટાવર સામે મિલનભાઈના બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા રાજકોટની સિવિલ હોસ્પિટલે સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકનું મોત નીપજયું હતું. પોલીસે બોલેરો ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
 

બાઇક ચોરી
વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર ગોલ્ડન પોઇન્ટની બાજુમાં રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કાપડિયા પ્રજાપતિ (38) નામના યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 ડીએ 1063 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Print