www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મૃતકના કપડાં પરથી કોઈને તેની ઓળખ થાય તો આટકોટ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

આટકોટમાં નદી કાંઠેથી યુવાનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો


અજાણ્યા યુવાનના કપડાં પરથી તેની ઓળખ કરવા પ્રયત્ન, મોત 20 દિવસ પહેલા થયાનું અનુમાન: હત્યા, આપઘાત કે અકસ્માત? પોલીસે તપાસ આરંભી

સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા.23
 જસદણ તાલુકાના આટકોટ ખાતે અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળતા પોલીસે લાશ નો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાનો આટકોટ ખાતે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આટકોટ ટી પોઈન્ટ પાસે ખેતલા આપા ટી સ્ટોલની પાછળ નદીમાં બાવળની ઝાડી માં અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો મેળવ્યો હતો.

આ લાશ અજાણ્યા અંદાજે 25 થી 35 વર્ષના પુરુષની હોવાનું અને તેના શરીર ઉપર  અંગ્રેજીમાં KALENJI જેવું લખેલું કાળા કલરનું ટીશર્ટ તથા નીચે અંગ્રેજીમાં MACROMAN  લખેલ મરૂન કલરની ચડ્ડી તથા ADIDAS કંપનીનું  કાળા કલરનું નાઈટ ટ્રેક પેન્ટ પહેરેલ છે આ લાશ અંદાજે 20 દિવસની કોહવાઈ ગયેલી હોવાનું અનુમાન છે. લાશને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવી છે. તેના કોઈ વાલી વારસો હોય તો આટકોટ પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 6359625727 ઉપર સંપર્ક કરવા આટકોટ પોલીસના પીએસઆઇ જે.એચ. સિસોદીયાએ અનુરોધ કર્યો છે. વાલીવારસ નહીં મળતા રાજકોટ ખાતે તેની અંતિમ વિધિ કરવાની તજવીત હાથ ધરવામાં આવશે. 

Print