www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરમાં પાણીપુરી વેચતા યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા


શિવાજી સર્કલ પાસે ખુનની ઘટનાથી પોલીસ દોડી : કોઇ શખ્સ છરીના આડેધડ ઘા ઝીંકી ફરાર

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.23
ભાવનગર શહેરના ઘોઘા રોડ શિવાજી સર્કલ પાસે પાણીપુરી વેચતા પરપ્રાંતિય યુવાનની છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી  ઘાતકી હત્યા થતા પોલીસ કાફલો બનાવ  સ્થળે દોડી ગયો હતો.

ખૂન ના આ બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા રોડ શિવાજી સર્કલ થી દેવરાજ નગર તરફ જતા રોડ ઉપર પાણીપુરી વેચતા પરપ્રાંતિય યુવાન પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી આરોપી નાસી છૂટ્યો હતો. યુવાનને લોહીયાળ હાલતે સરકારી હોસ્પિટલ ખસેડાયેલ છે જ્યાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતા.

આ બનાવવાની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

Print