www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેન્સરથી પીડિત યુવકે સારવારમાં દમ તોડયો


કોઠારિયા રોડ પર રહેતો યુવક ડ્રાઇવિંગ કામ કરતો હતો: પિતાની છત્રછાયા ગુમાવતા મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.22
કેન્સરથી પીડિત યુવકે સારવારમાં દમ તોડયો હતો.કોઠારિયા રોડ પર રહેતો યુવક ડ્રાઇવિંગ કામ કરતો હતો. ગઈ કાલે બેભાન હાલતમાં મોત નીપજતાં મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

બનાવની વિગત મુજબ મીરહમીદ પીરમહેમદ ગાયણ (ઉ.વ.35, રહે. ગોકુલ પાર્ક, બાપાસિતારામ ચોક,કોઠારિયા રોડ) નામનાં યુવકને આઠેક મહિનાથી પેટમાં કેન્સર હતું. ગઈ કાલે રાત્રિના અગ્યારેક વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે બેભાન થઈ જતાં તાકીદે બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા તેઓનાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

તેઓ ડ્રાઈવિંગ કામ કરતા હતાં. મૃતક બે ભાઈ અને એક બહેનમાં નાના હતાં તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

Print