www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાડાનું મકાન ખાલી ન કરાવવા સમજાવવા જતાં યુવક પર મહિલા સહિત ત્રણનો હુમલો


ફરિયાદીના સબંધી ભાડે મકાનમાં રહેતા હોય, ભાડાનું મકાન ખાલી કરાવતા ફરિયાદી જીતુભાઈ ગોયા સમજાવવા ગયા ત્યારે ઉશ્કેરાઈ જઈને મહિલા અને તેનાં પુત્રોએ માર માર્યો

સાંજ સમાચાર

રાજકોટ તા.27

ભાડાનું મકાન ખાલી ન કરાવવા સમજાવા જતાં યુવક પર મહિલા અને ત્રણ લોકોએ હુમલો કર્યો હતો. ફરિયાદીના સબંધી શાપરમાં ભાડે મકાનમાં રહેતા હોય, અને મકાન માલીકે મકાન ખાલી કરાવતા ફરિયાદી જીતુભાઈ ગોયા સમજાવા ગયા ત્યારે ઉશ્કેરાઈ જઈને મહીલા અને તેનાં પુત્રોએ માર માર્યો હતો.

મળતી વિગત મુજબ ફરિયાદી જીતુભાઈ કસ્તુરભાઈ ગોયા(ઉ.વ.48, રહે.ગોદાવરી ગેઇટની અંદર મફતીયાપરા તા.કોટડા સાંગાણી) એ જીતુબેન ગઢવી અને તેમનાં પુત્ર ભૂપતભાઈ, અતુલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યું કે  ગઇકાલ  રાત્રીના હું ગંગા ફોજીંગ ગેઇટની અંદર મફતીયાપરામાં હતો. ત્યારે મારા સબંધી દેવાભાઇ ચુડાસમાનો ફોન આવેલ અને  વાત કરેલ કે મારા મકાન માલીક જીતુબેન ગઢવી મારા ઘરનો સામાન લઇ ગયેલ છે. તમે જીતુબેનને સમજાવો. જેથી હું રાત્રીના આઠેક વાગ્યે જીતુબેન ગઢવીના ઘરે ગયેલ અને મેં જીતુબેનને વાત કરેલ કે તમે શું કામ આ ગરીબ માણસને તમારા મકાનમાં રહેવા દેતા નથી.

અને તેનો સામાન શુ કામ લઇ લીધો છે. ત્યારે જીતુબેન ઉશ્કેરાઈ ગયા અને તેના દિકરા અતુલભાઈ તથા ભુપતભાઈને ફોન કરી બોલાવેલ અને આ બંને આવેલ બાદ મને આ ત્રણેય જણા જેમફાવે તેમ અપશબ્દો બોલી માર મારવા લાગેલ. તેવામાં આજુબાજુ રહેતા લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ત્યાંથી જતાં રહેલ. બાદ 108 મારફત મને શાપર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બાદ સારું જણાતાં તબીબે રજા આપેલ. બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Print