www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાબરાના ચરખા ગામે દારૂ લેવાં જવાની ના પાડતાં યુવક પર બે નશાખોર શખ્સનો પાઈપથી હુમલો


સંજય ઉધરેજીયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં રાજકોટ ખસેડાયો

સાંજ સમાચાર

રાજકોટ. તા.24
બાબરાના ચરખા ગામે દારૂ લેવાં જવાની ના પાડતાં યુવક પર બે નશાખોર શખ્સોએ પાઈપથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલાં યુવાનને સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, બાબરાના ચરખા ગામે દેવીપૂજક વાસમાં રહેતાં સંજયભાઈ અરજણભાઈ ઉધરેજીયા (ઉ.વ.35) ગઈકાલે બપોરે તેના ઘર નજીક આવેલા મંદિરેથી પરત ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે ચરખા ગામના બસસ્ટેન્ડ પાસે સુરેશ અને ભૂપતે દારૂના નશામાં ધુત થઈ તેને અટકાવ્યો હતો અને તેને તેમના માટે દારૂ લેવાં જવાનું કહ્યું હતું. દારૂ લેવાં જવા માટે યુવકે ના પાડતાં બંને શખ્સોએ ઝઘડો કરી યુવકને સુરેશે પકડી રાખી ભૂપતે બાઈકમાંથી પાઈપ કાઢી હુમલો કર્યો હતો. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. 

વધુમાં ઇજાગ્રસ્ત યુવક ખેતીકામ કરે છે અને ચાર ભાઈમાં વચ્ચેટ હોવાનું સામે આવ્યું હતું. બાબરા પોલીસે સિવિલે દોડી જઈ ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

 

Print