www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘એઆઇ’નો મનુષ્ય જ અસલી માનવીઓની તમામ જરૂરીયાત પુરી કરશે

AI ને કારણે લોકો ‘માનવીય સંબંધો’ માટે તરફડશે


સૈમ ઓલ્ટમેનની ભવિષ્યવાણી: 5-10 વર્ષોમાં જ આ સ્થિતિનું નિર્માણ પામશે: મનુષ્યો માટે ખતરનાક છતાં શાનદાર અનુભવ હશે

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.17
ડીજીટલ યુગમાં નવા-નવા આવિષ્કારો થતાં જ રહ્યા છે. હવે આર્ટીફીશીયલ  ઇન્ટેલીજન્સની બોલબાલા છે. તેના ફાયદાની સામે ગેરલાભ વિશે રીપોર્ટ આવતા જ રહ્યા છે. ત્યારે ઓપન એઆઇના વડા સૈમ ઓલ્ટમેને એવી ખતરનાક ભવિષ્યવાણી કરી છે કે આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ)ને કારણે આવતા પાંચ-દસ વર્ષમાં લોકો માનવીય સંબંધો માટે રીતસર તરફડતા હશે.

કલા ક્ષેત્રમાં ડીમાંડમાં મોટો વધારો થશે. અર્થાત આવનારા સમયમાં એઆઇના અપડેટેશનથી લોકોને ‘એઆઇ માનવી’ની 8 સુવિધા-સેવા મળતી થઇ જશે અને તેવામાં લોકો ‘માનવીય સંબંધો’ મેળવવા માટે તરસશે.

સૈમ ઓલ્ટમેને એક પોડકાસ્ટ દરમ્યાન જણાવ્યું હતું કે, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ) ઝડપથી અપડેટ-વિકસીત થઇ રહ્યું છે. આવતા પાંચ-દસ વર્ષોમાં લોકોને અસલી માનવી સાથેના સંબંધો મેળવવાનું પણ મુશ્કેલ બનશે.

એઆઇનું મનુષ્ય સ્વરૂપ જ લોકોની તમામ જરૂરીયાત પૂર્ણ થઇ શકે તે પ્રકારની સુવિધા-સેવા પ્રદાન કરવા સક્ષમ બની જશે. આવા સંજોગોમાં અસલી માનવોને અસલી માનવોના સંબંધો મેળવવા તરફડવું પડશે.

એઆઇને કારણે આવતા પાંચ વર્ષોમાં સર્જાનારા સંબંધો વિશે સૈમ ઓલ્ટમેને વિવિધ ખુલાસા કર્યા હતાં. તેઓએ કહ્યું કે 2022માં ચૈટજીપીટી લોન્ચ કરવામાં આવ્યું ત્યારે નોકરીને લગતી ચિંતા ઉભી થવા લાગી હતી.

ચૈટજીપીટી એવા કાર્યો કરવા સક્ષમ હતું કે જે અગાઉ માત્ર માનવીઓ જ કરી શકતા હતા અને માનવી વિના શક્ય ન હતું. આ તકે લોકો ગભરાવા લાગ્યા હતા કે નોકરી ગુમાવવી પડશે.

અનેક વિદ્વાનો-નિષ્ણાંતો પણ તમાં સૂર પુરાવવા લાગ્યા હતા. આ ટેકનોલોજી મનુષ્ય જીવન માટે ખતરનાક હોવાના અભિપ્રાય વ્યકત થવા લાગ્યા હતા. જ્યારે એક વર્ગ ‘આશાવાદી’ પણ હતો અને નવી નોકરીઓનું સર્જન થવાનું માનવા લાગ્યો હતો.

રોજગારી વિશે તેઓએ કહ્યું કે એઆઇના ઉપયોગથી નવી પ્રકારની નોકરી-રોજગારીનું સર્જન થશે તે નવી કલા શ્રેણીમાં હશે. કલાની આ શ્રેણીને વ્યાપક રીતે વિકસિત કરવી પડશે.

આ શ્રેણીની નોકરીને શું નામ અપાશે તે અત્યારે કહી શકાય તેમ નથી. પાંચ વર્ષમાં આ સ્તરે પહોંચી શકશું કે કેમ તે વિશે પણ કહી ન શકું છતાં એટલું નિશ્ર્ચિત છે કે માનવીઓ માટે આ અનુભવ શાનદાર હશે. ઓપન એઆઇ દ્વારા તાજેતરમાં જ નવા એઆઇ ટુલનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે વર્તમાન ચૈટજીપીટીનું સ્માર્ટ વર્ઝન હોવાનું ઉલ્લેખનીય છે.

 

 

Print