www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આધાર કેન્દ્રનું સર્વર ડાઉન થતા કામગીરી અટકી


ગરમીમાં ફરી અરજદારોની લાઇન લાગી: ઓપરેટરોએ પોતાના મોબાઇલમાંથી કામ શરૂ કર્યુ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 19
રાજકોટ મહાપાલિકામાં આવેલા આધાર કેન્દ્રમાં આજે સવારે ઉપરથી સર્વર ડાઉન થતા લાંબો સમય સુધી અરજદારો હેરાન થયા હતા અને ધીમી ગતિએ કામ ચાલતુ હોવાની ફરિયાદ કરી હતી.

આજે બુધવારે આધાર કાર્ડની કામગીરી માટે લોકો વધુ સંખ્યામાં કચેરીએ પહોંચ્યા હતા. દર બુધવારે આમ પણ ભીડ વધારે હોય છે. આજે સવારથી કામગીરી ન થતા ગરમીમાં નાગરિકો અકળાયા હતા બાદમાં ઉપરથી સર્વર બંધ હોવાના કારણે કામ શરૂ નહીં થયાનું જાણવા મળ્યું હતું. અંતે ઓપરેટરોએ પોતાના મોબાઇલમાંથી કનેકશન જોડીને  અરજદારોના કામ કરવાનું શરૂ કર્યુ હતું.

મનપામાં આ રીતે આધાર કાર્ડ સિસ્ટમનું સર્વર ઘણી વખત ઉપરથી ડાઉન થતા લોકોનો સમય બગડતો હોય છે. છતાં ઓપરેટરો પોતાના મોબાઇલમાંથી કામ કરી આપીને અરજદારોનું ગાડુ ગબડાવતા હોય છે. જોકે કામ ધીમુ હોવાના કારણે લોકોનો સમય ઘણો બગડયો હતો.

 

Print