www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણ પંથકમાં 17 વર્ષની સગીરાનું અપહરણ


શિવરાજપુરના મયુર સોસા સામે ગુનો નોંધાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.27
 જસદણ પંથકની 17 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું જે અંગે જસદણ પોલીસ મથકે આરોપી મયુર ધીરૂભાઈ સોસા સામે ગુનો દાખલ થયો છે. આરોપી ખાંડા હડમતીયાની સીમમાંથી સગીરાને ભગાડી ગયો હતો.  આ બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત, જસદણ પોલીસ મથકે ફરીયાદીએ ફરીયાદ નોંધાવી હતી કે તેની સગીર વયની 17 વર્ષીય દીકરીને આરોપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે, લગ્નની લાલચ આપી, પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે આઈપીસી 363, 366 વગેરે કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ સુત્રોએ સગીરાનું હડમતીયાની સીમમાંથી આરોપી અપહરણ કરી ગયો હતો.

Print