www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કલ્યાણપુર પંથકમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત: એકનું મોત


સાંજ સમાચાર

(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.17

કલ્યાણપુર તાલુકાના લાંબા બાયપાસ નજીક આજે ચઢતા પહોરે સર્જાયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થવા પામી હતી.

આ અંગેની જાણવા માટે વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા લાંબા ગામના બાયપાસ પાસે આજે મધ્યરાત્રીએ આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે એક મોટરસાયકલ અને એક ફોર વ્હીલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

Print