www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલના ઘોઘાવદર પાસે બે કાર વચ્ચે અકસ્માત: મહિલા સહિત બેના મોત: પાંચને ઈજા


ઈનોવાના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતી કાર સાથે અથડાઈ પડયા બાદ બંન્ને વાહનો પલ્ટી ગયા: ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

સાંજ સમાચાર

ગોંડલ,તા.20
ગોંડલના ઘોઘાવદરગામ નજીક આજે સવારના બે કાર સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં મહિલા સહિત બે વ્યકિતઓનાં ગંભીર ઈજા થવાથી મોત થતા કરૂણાંતિકા સર્જાઈ હતી.આ ઘટનામાં અન્ય પાંચ વ્યકિતઓને ઈજા થતાં તેઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.

અકસ્માતની આ ઘટનાની જાણ થતા જ ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.તેમજ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ માધડ સહિતના સામાજિક કાર્યકરો હોસ્પિટલે દોડી ગયા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર મહિલા સહિત બે વ્યકિતઓના મૃતદેહ પી.એમ.માટે ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.

અકસ્માતની આ ઘટના અંગે મળતી સીલસીલા બંધ વિગતો એવા પ્રકારની છે કે ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રીબર કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઇનોવા કાર જસદણ થી કોડીનાર જતી જેમાં ઇનોવા કાર ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સાથેે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી જેમાં બંને કાર પલ્ટી મારી જવા પામી હતી.

ઇનોવા કાર માં પાંચ લોકો સવાર હતા જેમાં જીજે03એચએ1117 નંબરની ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમાર નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ઇનોવા કાર માં સવાર રેહાનાબેન અસરફભાઈ ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન અસ્લમભાઇ પરિયાણી ઉ.વ.50, હાજી હુસેનભાઈ ખીમાણી ઉ.વ.70, અને સેજાનભાઈ ખીમાણી  જ્યારે ગોંડલ તરફથી આવતી  જીજે03એમએલ8781 નંબર ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર ઉ.વ. 25 અને તેજસ રવજીભાઈ પાનસુરીયા ઉ.વ.25 ને ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે આ અકસ્માત વહેલી સવારે થયો હતો જેમાં 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ પ્રતાપભાઈ અને ઈએમટી કાનજીભાઈ ને સવારે સવા છ આસપાસ અકસ્માત નો કોલ આવ્યો હતો જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકા ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિતના સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી કરી હતી.

Print