www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપી દેવરાજ ઉર્ફે દેવો મુંજારીયાનો નિર્દોષ છુટકારો


સાંજ સમાચાર

રાજકોટ, તા.13
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના પોકસોના કેસમાં આરોપી દેવરાજ ઉર્ફે દેવો રાજુભાઈ મુંજારીયાનો નિર્દોષ છુટકારો થયો છે.કેસની વિગત મુજબ, આરોપી મોરબી રહે છે અને ડ્રાઇવિંગ કરે છે. સગીરા પણ મોરબીમાં રહેતી હતી. આરોપી એ તા.20/06/2018 ના રોજ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું.

પછી જામનગર મુકામે લઈ જઈ એક કરતા વધુ વખત શરીર સંબંધ બાંધેલ. આ અંગે મોરબી સિટી ’એ’ ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ. કેસ ચાલતા આરોપીના વકીલે રેકર્ડ પરની હકિકતો તથા ઉલટ તપાસ તથા દલીલો તથા નામદાર એપેક્ષ કોર્ટના જજમેન્ટસ રજુ કરી ધારદાર રજુઆત કરેલ હતી. જે ધ્યાને લઇ સેશન્સ જજ દીલીપ પી. મહીડાએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી યુવા ધારાશાસ્ત્રી પરેશ એમ. મૈયડ, આ2.ડી. ભાયાણી, એ.બી. ડાકા, તરંગ એમ. બાલધા, સોહીલ એમ. રામાણી, સહયોગી ધ્રુવીન જે. રાઠોડ, દિગ્વિજયસિંહ બી. સાકરીયા, વીરાજ એચ. વસોયા, મનીષ જી. જાટીયા, યોગેશ આર. પારેજીયા, ધ્રુવ વિ. ડાંગર રોકાયેલા હતા.

Print