www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોનીબજારમાં જવેલર્સની દુકાનમાં લૂંટની કોશીષના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન પર છૂટકારો


સોની વેપારીએ સેફટી સ્ટીકનો ઉપયોગ કરતા આરોપી ભાગી છૂટ્યો હતો

સાંજ સમાચાર

રાજકોટ, તા.28

રાજકોટની સોની બજાર વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં પ્રવેશ કરી સ્પ્રે છાંટી લુંટનો પ્રયાસ કરવાના ગુનામાં પકડાયેલ આરોપી દેવમ ધર્મેશભાઈ નકુમનો જામીન પર છુટકારો થયો છે.

આ કેસની વિગત મુજબ, તા.5/6/24 ના રોજ ફરીયાદી આકાશભાઈ અનિલભાઈ લાઠીગ્રા પોતાની મોનીશ જવેલર્સ નામની દુકાને હાજર હતા ત્યારે આરોપી સોનાનો ચેઈન લેવાના બહાને દુકાનમાં આવી ફરીયાદી ચેઇન બતાવતા હતા તે સમયે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ તારી પાસે જેટલા સોનાના દાગીનાઓ હોય તે બધા મને આપી દે નહીતર હું તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી આ કામના આરોપીએ તેના ખીસ્સામાંથી એક સ્પ્રે ની બોટલ કાઢી ફરીયાદીના મોઢા ઉપર સ્પ્રે છાંટી સોનાના દાગીનાની લૂંટની કોશીષ કરી હતી. ફરીયાદીએ બુમાબુમ કરેલ અને સેફટી ડીવાઈસ (સ્ટીક) બતાવતા આરોપી નાસી છૂટ્યો હતો.

જે ગુના સબંધેની ફરીયાદ નોંધાતા આરોપીની ધરપકડ થઈ હતી. જેલમાં રહેલ આરોપીએ જામીન અરજી કરતા આરોપીના વકીલે રજુઆત કરેલ કે, લુંટનો પ્રયાસ છે અને તેની સજાની જોગવાઈ જોતા નીચેની અદાલતને જામીન આપવાની સતા છે. રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી. એ.પી. ઠાકરે આરોપીને રૂ.10,000 ના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથિરિયા, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, પરાગભાઈ લોલારીયા તથા આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા રોકાયેલા હતા.

Print