www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિંછીયા પંથકમાંથી દારૂની 120 બોટલ સાથે આરોપી ઝબ્બે


અમરાપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાં દારૂ છુપાવ્યો હતો, અશ્વિન બારૈયાની ધરપકડ, વાડી માલિક વાલજી તલસાણીયાની શોધખોળ

સાંજ સમાચાર

રાજકોટ, તા.14
વિંછીયાના અમરાપુર ગામની સીમમાંથી દારૂની 120 બોટલ સાથે અશ્વિન બારૈયાને પકડી પાડયો હતો. જ્યારે એકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે રૂ.41 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહિ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રૂરલ એલ.સી.બી. શાખાના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગોહિલ તથા કોન્સ્ટેબલ ભોજાભાઈ ત્રમટા,  મથુરભાઈ વાસાણી પેટ્રોલિંગમાં હતાં દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, વિંછીયા પંથકના અમરાપુર ગામની  કરાળ સીમમાં રેવાણીયા ગામ તરફ જવાના કાચે રસ્તે આવેલ વિરજીભાઈ શામજીભાઈ તલસાણીયાએ પોતાની વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો રાખેલ હોવાની બાતમી મળી હતી.

જે સ્થળે દરોડો પાડી દારુની 120 બોટલ સાથે અશ્વિન વિનુભાઈ બારૈયા (ઉ.વ.32, રહે.અમરાપુર, તા. વિંછીયા) ને પકડી પાડયો હતો. જ્યારે વાડી માલિક વિરજીભાઈ શામજીભાઇ તલસાણીયા (રહે.અમરાપુર) ની શોધખોળ હાથ ધરી છે. વિંછીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Print